અરવલ્લી
અરવલ્લીના ધનસુરાના ભરબજારમાં જવાહર બજારમાં બે દારૂડિયાઓ બિલકુલ નશામાં ધૂત હતા. અને બંને એક બીજાને બાથે પડ્યા હતા. એક તરફ સરકાર દારૂ બંધીની વાતો કરી રહી છે, તો બીજી તરફ દારૂડિયાઓને છૂટો દોર મળે છે. સૌથી પહેલા બુટલેગરો પર અંકુશ લાવવો જાેઈએ તો દારૂડીયા ક્યાંથી દારૂ પીશે દારૂના નશામાં કેટલાય ઘર બરબાદ થઈ ગયા. આરોગ્ય નબળું પડવાથી પણ અનેક બહેનોની બંગડી છીનવાઈ ગઈ છે. ત્યારે આ સવાલ માત્ર ધનસુરા પૂરતો નથી પરંતુ સમગ્ર ગુજરાતમાં દારૂ બાબતે કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય પાલન થાયએ જરૂરી છે.

