મોરબી
હળવદના રિક્ષાચાલક ગોવિદભાઇ અમરાભાઇ બોચીયાએ આરોપી વિપુલ કાનજી, ગડુ ઉર્ફે હિમત કાનજી અને મહેશ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, હળવદ બસ સ્ટેન્ડ પાસે ગોવિદભાઇ તેમની રીક્ષામાં બેઠા હતા ત્યારે ત્રણેય આરોપી ત્યાં ધસી આવ્યા હતા. જ્યાં આરોપી વિપુલ કાનજીએ ‘તે મારા વિરુદ્ધ પોલીસમાં કેમ અરજી કરી’ તેમ કહ્યું હતું. હજુ ગોવિંદભાઈ કંઈ બોલે એ પહેલા જ ત્રણેય આરોપીઓએ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે શરીરે તથા માથામાં ઘા મારી મુંઢ ઇજા કરી હતી અને ગોવિંદભાઇને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો ઘટનાની જાણ થતા હળવદ પોલીસ ટીમના વિજય છાસિયા સહિતની ટીમ દોડી ગઈ હતી, અને ગુનો નોંધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. તો વધુમાં પોલીસમાંથી મળતી વિગત મુજબ આધેડ વિપુલ અને ગડુ વિરુધ પોલીસ મથકમાં અરજી કરી હતી. તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.હળવદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ બસ સ્ટેન્ડ પાસે ૩ શખ્સોએ ‘તે મારા વિરુદ્ધ પોલીસમાં કેમ અરજી કરી’ કહીને રીક્ષા ચાલકને માર્યો હતો. આ મુદ્દે ભોગ બનનાર આધેડ રીક્ષા ચાલકે હળવદ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.

