Gujarat

આંગણવાડી, કૂપોષિત બાળકો, સગર્ભા સ્ત્રીઓના ઘર આંગણે ફળાઉ રોપા વાવેતર- વિતરણ કરવાની ઝૂંબેશ – જુદી જુદી જાતના બીજ વિતરણ કરવાનું પણ આયોજન

જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં ૭૩ માં વન મહોત્સવ- ૨૦૨૨ દરમિયાન ચાલુ વર્ષે વિતરણ કરવા માટે સામાજિક વનિકરણ વિભાગગિર સોમનાથ દ્વારા વિવિધ જાતિના ૩૦.૭૮ લાખ વિતરણ રોપાઓ તૈયાર કરાયા છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં ૨૧.૦૩ લાખ અને ગિર સોમનાથ જિલ્લામાં ૯.૭૫ લાખ રોપાઓનો ચાલુ વર્ષે લક્ષ્યાંક છે.

વન વિભાગ દ્વારા વિવધ રોપાઓનો રોપ ઉછેર કેન્દ્રોમાં ઉછેર કરાયો છે. વન વિભાગ દ્વારા જુદી જુદી જાતના બીજ વિતરણ કરવાનું પણ આયોજન છે. તેમજ આંગણવાડીકૂપોષિત બાળકોસગર્ભા સ્ત્રીઓના ઘર આંગણે ફળાઉ રોપા વાવેતર- વિતરણ કરવાની ઝૂંબેશ પણ ચાલી રહી છે. જૂનાગઢમાં ૬૩ અને ગિર સોમનાથ જિલ્લામાં ૩૨ ખાતાકીય નર્સરીઓ(રોપ ઉછેર કેન્દ્ર) આવેલા હોવાનું આરએફઓશ્રી લક્ષ્મણ સુત્રેજાએ જણાવ્યું હતું.

નાયબ વન સંરક્ષકસામાજિક વનિકરણ વિભાગગિર સોમનાથના વેરાવળના ડો. સોભિતા અગ્રવાલના જણાવ્યાઅનુસારવૃક્ષારોપણની પાવન કામગીરીને વ્યાપકઅસરકારકસાર્વત્રિક અને લોકભોગ્ય બનાવવાના ઉદેશથી પ્રતિ વર્ષ વન મહોત્સવ યોજાતા રહે છે. જેથી વધુને વધુ સામાજિક વનિકરણ થઇ શકે. જેમાં નાગરિકખેડૂતશૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓઉધોગકારો દ્વારા વધુને વધુ હિસ્સેદારી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. વન વિભાગ દ્વારા તેઓની વિવિધ નર્સરીઓમાં ઉછેરેલા વિવિધ રોપાઓનું તેઓને વિતરણ કરવામાં આવે છેજેને સારો એવો પ્રતિસાદ મળે છે.

વિવિધ રોપાઓ પૈકી નીલગીરીઅરડુસોલીમોદેશી બાવળબંગાળી બાવળસાગફળાઉફૂલછોડતુલસી વગેરેના રોપાઓનો સમાવેશ થાય છે.

ડીએફઓ ડો. સોભિતા અગ્રવાલે જણાવ્યું હતું કેરોપા વિતરણ માટે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રોપાના દર અને વિતરણની છે સુઆયોજીત પધ્ધતિ છે. જેમાં કેટલાક રોપાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તો કેટલાંકના ટોકન દરે વિતરણ કરવામાં આવે છે. થેલીની સાઇઝ મુજબ ભાવો નકકી થતાં હોય છે. રૂ. ૨ થી લઇને રૂ.૧૦૦ સુધીના રોપાના ભાવ હોય છે. રોપાઓ ઉછેરવા અને તેની જાળવણી માટેનું માર્ગદર્શન પણ વન વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે.

van-vibhag-ropa-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *