સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ચૂંટણી પહેલાં બધુ બરાબર છે ને? એ ચેક કરવા માટે પોલીસ તંત્ર સાબદું હોય છે. આમ તો કાયદો વ્યવસ્થા જાળવવી એ પોલીસ તંત્રની ફરજમાં આવે છે. ચૂંટણી પહેલાં, ચૂંટણી સમયે અને ચૂંટણી બાદનો થોડો સમય પોલીસ તંત્ર દ્વારા થોડી વધુ તકેદારી રાખવી જરૂરી હોય છે અને એટલે જ ચૂંટણી સમય પહેલાંથી પોલીસ તંત્ર પણ વધુ સતર્કતાથી પોતાની ફરજ બજાવતું હોય છે. તેથી જ આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન અને પેરામિલ્ટ્રી ફોર્સ દ્વારા જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું..


