સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ધ્વજારોહણ મુખ્ય મહેમાન નિવૃત ઈન્ડિયન આર્મીમેન, નાયક, કારગિલ યુધ્ધના વિજેતા યુધ્ધવીર મલેક યુનુશભાઈ અબ્બાસ ભાઈના વરદહસ્તે મહેમાનો હાજરી મા કરવામાં આવી.
પ્રસંગોચિત વક્તવ્યમા યુનુશભાઈએ તેમને કારગીલ યુધ્ધના અનુભવ, વિધૉથી ને મોટિવેશન, ઉપરાંત જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી ખુબજ અગત્યની ટિપ્સ આપી અભિભૂત કરેલ. સ્વાગત પ્રવચન ,સંસ્થા પ્રવૃત્તિઓ, અંગેની જાણકારી ટ્સ્ટીમંડળ વતી શ્રી હાજી અશરફભાઇ કાશમાણી એ માહિતી આપેલ. અને મુખ્ય મહેમાન તથા શિક્ષણ ક્ષેત્રમાં અદભુત સેવા કરનાર સાવરકુંડલાના સપૂત પોરબંદરમાં ડાયેટના આચાયૅશ્રી ડો. અલ્તાફભાઈ રાઠોડને મોમેન્ટો આપીને સંસ્થા વતી સન્માનિત કરેલ.
શાળાની દિકરીઓએ ,અને આલીમ દ્વારા પ્રસંગોચિત વકતવ્ય ,ગીતો રજૂ કરેલ સમગ્ર કાયૅકમ નુ સંચાલન સંસ્થાના શિક્ષકો, આચાયૅશ્રીએ કરેલ છેલ્લે કેમ્પસ ડાયરેક્ટરશ્રી દ્વારા આમંત્રિત મહેમાનોનો આભાર, અને અલ્પાહાર સાથે હષૅભેર કાયૅકમ પુણૅ કરેલ .


