Gujarat

આણંદમાં બેફામ બુટલેગરે પીએસઆઈની ધમકી આપી કહ્યું કે, “રેડ કરવા આવશો તો જીવતા નહીં જવા દઉં”

આણંદ
આંકલાવ પોલીસ ભેટાસીમાં દારૂની રેડ કરવા ગઇ તે સમયે બુટલેગરે પીએસઆઈની ફેંટ પકડી ફરી ‘રેડ કરવા આવશો તો જીવતા નહીં છોડું’ તેવી ધમકી આપી હતી. જેના પગલે આંકલાવ પોલીસે બુટલેગર સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આણંદમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે.કાયદા કાનૂનને અવગણતાં બુટલેગરો હપ્તારાજથી પોલીસ પટાવી લેતા હોય છે. નાના ગુનામાં આવા તત્વોને નજરઅંદાજ કરતી પોલીસને ક્યારેક વરવો અનુભવ થાય ત્યારે ખાખી વર્દીની ઈજ્જત બચાવવી પણ અઘરું થઈ પડે છે. આણંદના અંકલાવમાં બુટલેગર એરિયામાં શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી. હવે પોલીસે બુટલેગર સામે જાતે ફરિયાદ કરવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આંકલાવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. રાણા સહિતની ટીમ બાતમી આધારે ૨૩મી જૂનના રોજ રાત્રે ભેટાસી (બા ભાગ)માં પહોંચી હતી. જ્યાં માનસંગ બચુ માળી (તળપદા)ના ઘરે દારૂ હોવાનું જાણવા મળતાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દારૂની આઠ બોટલ મળી આવી હતી. જાેકે, માનસંગ માળીએ પીએસઆઇ એચ.એમ. રાણાની ફેંટ પકડી ઝપાઝપી કરી અપશબ્દ બોલી ફરી રેડ કરવા આવશો તો જીવતા નહીં જવા દઉં તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે આંકલાવ પોલીસે માનસંગ બચુ માળી અને પાર્વતીબહેન માનસંગ માળી સામે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *