Gujarat

ઈન્ડિપેન્ડેટ ફિલ્મ બનાવવામાં અને રિલીઝ કરવામાં અમે ઘણી સ્ટ્રગલ કરી ઃ અવની મોદી

અમદાવાદ
કોન્ટ્રોવર્સિઅલ આર્ટિકલથી રાતોરાત લાઈમ લાઈટમાં આવેલી મૂળ ગુજરાતી અને બોલિવૂડ અભિનેત્રી અવની મોદીએ વિવિધ આર્ટિકલને ધ્યાનમાં રાખીને જ ફિલ્મ ‘મોદીજી કી બેટી’ બનાવી છે. વર્ષ ૨૦૧૪માં એક પત્રકારે અવનીને સવાલ કર્યો હતો કે, તમે પણ મોદી છો, દેશના વડાપ્રધાન પણ મોદી છે તો શું તમે વડાપ્રધાનના પુત્રી છો? અવનીએ આ સવાલના જવાબમાં કહ્યું હતું કે, હા હું નરેન્દ્ર મોદીની પુત્રી છું અને દેશની બધી જ દિકરીઓ મોદીજીની પુત્રી છે અને આ વાતને અડધી જ રજૂ કરીને અવનીને દેશભરમાં મોદીજીની પુત્રી રૂપે રજૂ કરવામાં આવી હતી અને આખરે, અવનીએ આજ વાતને ધ્યાનમાં રાખીને હિન્દી ફિલ્મ ‘મોદીજી કી બેટી’ બનાવવાનું નક્કી કર્યું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્સપિરિયન્સ વિશે અને ફિલ્મ વિશે વાત કરતા અવનીએ કહ્યું હતું કે, મેં અમદાવાદમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ, મુંબઈ જવાનું નક્કી કર્યું હતું. મારા માતા-પિતા અને પરિવારે મને ખૂબ જ સપોર્ટ આપ્યો હતો. અનેક ઓડિશન્સ બાદ, મને તમિલ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી અને ત્યારબાદ બોલિવૂડની વાત કરું તો, નિર્દેશક મધુર ભંડારકરની ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’ માટે મેં ઓડિશન આપ્યું હતું. શરૂઆતમાં મને રિજેક્ટ કરવામાં આવી હતી, પરંતુ ફરી એકવાર મને ચાન્સ મળ્યો હતો અને મેં તે ઝડપી લીધો હતો. ફિલ્મ ‘મોદીજી કી બેટી’ વિશે અવનીએ જણાવ્યું હતું કે, મારી સાથે બનેલી ઘટના વિશે ફિલ્મ બની શકે છે તેવો વિચાર મને આવતા મેં ફિલ્મના ડિરેક્ટર એડી સિંહ સાથે ચર્ચા કરી હતી અને તેમણે મને જ સ્ક્રિપ્ટ તૈયાર કરવા જણાવ્યું હતું. ફિલ્મની સ્ટોરી યુનિક છે અને તેનું શૂટિંગ મનાલીમાં કરાયું છે. અમે મનાલીમાં પી.ઓ.કે. ઊભું કર્યું છે. આ એક સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ છે. બોલિવૂડમાં કોર્પોરેટ ક્લચરથી કામ થઈ રહ્યું છે અને આ કારણે જ, ઈન્ડિપેન્ડેટ ફિલ્મ બનાવવામાં અને રિલીઝ કરવામાં અમે ઘણી સ્ટ્રગલ કરી છે અને ૧૪ ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી અમારી ફિલ્મ દર્શકોને ચોક્કસ ગમશે. ડિરેક્ટર એડી સિંહે કહ્યું હતું કે, કોઈપણ ફિલ્મમાં કન્ટેન્ટ સૌથી વધુ મહત્વનું હોય છે. ‘મોદીજી કી બેટી’ તેના કારણે જ યુનિક બની છે. દર્શકોને સારા સિનેમાની તલાશ હોય છે અને અમે તેમને એન્ટરટેઈન કરવાનો પ્રયત્ન કર્યો છે. કોમેડી અને અર્થપૂર્ણ મેસેજ ધરાવતી ‘મોદીજી કી બેટી’માં અવની મોદી સાથે આતંકવાદીના કિરદારમાં વિક્રમ કોચ્ચર, પીતોબાશ નજર આવશે. આ સાથે જ, તરુણ ખન્ના, આદિત્ય યાદવ, રાજવીર આહૂજા પણ મુખ્ય પાત્રમાં દેખાશે

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *