Gujarat

ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા સંચાલિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર,છોટાઉદેપુર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા.૨૪-૦૨ ૨૦૨૨ થી ૦૩-૦૩-૨૦૨૨ એક સપ્તાહ સુધી કરવામાં આવી. આ વર્ષે ડો.સી.વી.રામન તથા ગુજકોસ્ટ દ્વારા આપેલ થીમના અનુસંધાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિજ્ઞાન પ્રદર્શન,મોડેલ ડેમોસ્ટ્રેસન,ગ્રામ સભા,આકાશદર્શન,મોડેલ વર્કશોપ,પોપ્યુલર લેકચર તથા ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લાની અલગ અલગ શાળાઓમાં વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો એ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો તેમજ સ્પર્ધામાં વિજેતા થયેલ વિધાર્થીઓને આગામી સમયમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220302-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *