કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ તથા લોધીકા તાલુકા ના ખીરસરા ખાતે બિરાજમાન ખીરેશ્વર મહાદેવ મંદિર સહીત ના દરેક સોસાયટી ના શિવ મંદિરો માં બપોરે ભોળાનાથ ની આરતી ઉતારાય હતી.જેમાં મહાદેવ ને પુસ્પો ના શણગાર સજાવ્યો હતો તેમજ દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી હતી.જેમાં બપોર ની પૂજા માં દરેક શિવ મંદિરો માં મોટી સંખ્યા માં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં હર હર મહાદેવ ના નાદ સાથે દરેક મંદિરો ગુંજી ઉઠ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


