ઊના તાલુકાના ઊટવાડા ગામે સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં છે વર્ષ ની સિંહણ નું અચાનકજ મોત નિપજ્યું હોવાની હકીકત વન વિભાગના તંત્ર ને મળતાં મોટાં કાફલા સાથે દોડી ગયેલ અને સિંહણ નાં મૃતદેહ નો કબજે કરી એનીમલ કેર સેન્ટર ખાતે પી એમ માટે ખસેડીને તપાસ હાથ ધરવામાં આવી છે. જાણવાં મળતી માહિતી અનુસાર ઊના નાં ઊટવાડા ગામે આવેલ લખમણભાઇ નારણભાઈ છેલાણા ની સીમ વિસ્તારમાં આવેલી વાડી નાં શેઢા પાસે 6 વર્ષ ની સિંહણ મૃતક હાલત માં મળી આવતાં ચકચાર મચી ગઇ હતી અને તાત્કાલિક ગીર જંગલ વન્ય વિભાગ ની જશાધાર રેન્જ ફોરેસ્ટ વિભાગ નાં આર એફ ઓ તાત્કાલિક મોટાં કાફલા સાથે દોડી ગયેલ અને મૃતદેહ કંબજે કરી આ સિંહણ નાં મોત નું રહસ્ય જાણવા એફ એસ એલ ની મદદથી તપાસ હાથ ધરી છે હાલમાં વન્ય પ્રાણી સિંહણ નું મોત શોર્ટ સર્કીટ નાં કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ શંકાસ્પદ મોત નું રહસ્ય p m કર્યા બાદ સાચું શું છે તે બહાર આવી શકશે સિંહણ નાં મોત નાં કારણે વન્ય પ્રાણી પ્રેમીઓ માં અરેરાટી વ્યાપી ગઇ હતી. હાલમાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદ અને નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાનાં કારણે વન્ય પ્રાણીઓ સલામત સ્થળ ગ્રામિણ વિસ્તારોમાં આવેલી રેવન્યુ વિસ્તારમાં ખેતરોમાં પડાવ નાખી પોતાને આશાની સાથે શિકાર મળી રહે તેવી રીતે વન્ય સાવજો નાં પરીવાર પડાવ નાખી રહેછે અને તેમાં અચાનકજ સિંહણ નાં મોત નાં સમાચાર મળતાં જસાધાર રેન્જમાં નાં અધિકારીઓ અને ધારી વન્ય વિભાગ નાં ડી એફ ઓ પણ આ વિસ્તારમાં ધટના સ્થળે દોડી આવેલાં છે તેમજ વન્ય પ્રાણીઓ નાં સલામત સ્થળે તપાસ હાથ ધરી વન્ય પ્રાણીઓ ની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે


