ઊના –ઊનાના કંસારી ગામમાં આર્યાવર્ત પુસ્તકાલય (લાઈબ્રેરી)ની શુભ શુરુઆત થઈ છે. જેના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કક્ષાએથી ડીડીઓ રવિન્દ્ર ખાતાલે, તાલુકા કક્ષાએથી ટીડીઓ જાડેજા હાજર રહ્યા હતા. લાઈબ્રેરીના ક્રમને આગળ વધારતા આજ રોજ ફરી કંસારી મુકામે આર્યાવર્ત લાઈબ્રેરી ખાતે વધુ એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના ખૂબ મોટી સંખ્યામાં યુવાવર્ગ હાજર રહ્યા હતા. અને ગામના માજી સરપંચ ચંદુભાઈ, સરપંચ રામજીભાઈ તથા શૈલેષ ટાંચક, જીજ્ઞેશ ટાંચક, ભાવેશ નંદવાણા, જીતુભાઇ ટાંક,ગોવિંદભાઇ ડાંગોદરા, નાથાભાઈ ટાંચક સહીતના વડીલોએ પણ હાજરી આપી હતી.
સેમિનારના આયોજનમાં કુમારિલ નંદવાણા, શાંતિભાઈ ખટાણા શિક્ષક જૂનાગઢ, કિશોરભાઇ ટાંચક, બિપિન ભાઈ ટાંચક સમાજ કલ્યાણ નિરીક્ષક,વેરાવળ પોતાના વિષય મુજબ માહિતીઓ અર્પી હતી. જેમાં શાંતિભાઈ ખટાણા કે જેઓ જૂનાગઢ ખાતે રહીને કલાણા ગામે પ્રિન્સિપાલની ફરજ બજાવે છે ,તેઓએ વાત કરતા કહ્યું હતું કે ,”સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં આપણા ગામને આગળ વધવાનું છે અને તેમને માટે આપણે વિવિધ આયોજન અને સેમિનાર કરીશું.” કુમારિલ નંદવાણા કે જેઓ વિશ્વ લેવલ પર ભારત દેશનું નામ રોશન કર્યું છે, જેઓને વૈશ્વિક લેવલ પર ખૂબ મોટા એવોર્ડ્સ પણ મળેલા છે.અને હાલ તેઓ વિશ્વ લેવલ પર ખૂબ મોટી જવાબદારી ધરાવે છે.તેઓએ જણાવ્યું હતું કે, વાંચન એ જીવનની સૌથી મોટું અંગ છે. વિશ્વ લેવલ વાંચનનું શુ મહત્વ છે અને વાંચનથી જ તેઓ અહીં સુધી પહોચી શક્યા છે. તેમ જણાવ્યું હતું.ગામ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અમે અનેક પ્રયાસ કરીશ. ત્યારબાદ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી બીપીનભાઈ ટાંચક કે જેઓ વેરાવળમાં પોતાની ફરજ બજાવે છે તેમણે પણ પોતાના જીવનમાં કેવી રીતે સફળતા મેળવી એ જણાવ્યું હતું. અંતે કિશોરભાઈ ટાંચક કે જેઓ ભાચા મુકામે શિક્ષક તરીકે ને ફરજ બજાવે છે.તેઓએ ખાસ જણાવ્યું હતું કે ગણિત એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો સૌથી મોટો વિકલ્પ છે.તેનાથી ડરવું ના જોઈએ. બધા જ મહાનુભાવોએ સમય ફાળવીને ખૂબ જ સરસ આયોજન કર્યું હતું. અને કંસારી ગામ સમસ્ત નો આ કામ માટે અને ગામના વિકાસમાં સિંહફાળો છે એમ જણાવ્યું હતું.


