ઊના – દેલવાડા માધવ સ્કૂલ ખાતે ગરબા રાસ અને વાલી સંમેલન યોજાયો હતો. જેમાં દેલવાડા-દીવ રોડ પર આવેલ માધવ શેક્ષણિક સંકુલ ખાતે નવરાત્રી મહોત્સવ અને વાલી સંમેલન યોજાયેલ જેમાં તમામ ધોરણના વિધાર્થીઓએ પ્રાચીન ગરબાનો રાસ લીધો હતો જેમાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર ચંદ્રેશભાઈ ડાભી , સી.આર.સી.ના જીતુભાઇ રાઠોડ, દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો, યોગ શિક્ષક નાનજીભાઈ વાજા, શાળાના આચાર્ય રમેશભાઈ મોરી સહિત સમગ્ર સ્ટાફ અને વિધાર્થીઓના વાલી ઉપસ્થિત રહ્યાં હતા. આ સીવાય સામતેર ગામે આવેલી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વિશાળ ગ્રાઉન્ડમાં ગરબી યોજાય હતી. જેમાં તમામ છાત્રોએ ઉત્સાહથી ગરબે ઘુમ્યા હતા. અને આનંદની લાગણી અનુભવી હતી.

