ઊનાના સનખડા ગામ દશ હજારની વસ્તી ધરાવે છે. અને ગામમાં પંચાયત દ્રારા છેલ્લા ચોવીસ કલાકથી પીવાનું પાણી લોકો વિતરણ ન કરતા ગામની મહીલાઓને ૧ થી દોડ કિ.મી. દૂર સ્મશાન પાસે આવેલ પંચાયતના કુવામાંથી પીવાનું પાણી ભરવા જવા મજબૂર બની ગયા છે. સનખડા ગ્રામ પંચાયતના સાત સભ્યોત પંચાયત વિરૂધ હોય ગામના વિકાસ કામો સહીત કર્મચારીઓના પગાર છેલ્લા ૫ માસથી બાકી હોય અને નાંણાકીય લેવડ દેવડ અને વિકાસ કામોના બીલ મંજુરના ઠરાવો પણ બે મીટીંગની બેઠક દરમ્યાન કારણોસર નામંજુર થતા નાંણાકીય વહીવટ અટકી ગયેલ હોવાના કારણે ગ્રામ પંચાય દ્રારા ગામ લોકોને આપવામાં આવતું પીવાનું પાણી બંધ કરી દેવાતા લોકોમાં રોષ ભભુકી ઉઠેલ છે. ગામમાં પીવાનું પાણી તાત્કાલીક વિતરણ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.
બોક્ષ્ – જ્યાં સુધી સહીના નમુના નહી બદલે ત્યા સુધી પગાર નથી કરી શક્વાના..સરપંચ સતુભા ગોહીલ..
સનખડા ગ્રામ પંચાયત સરપંચ સતુભા ગોહીલએ જણાવેલ કે 5 માસથી કર્મચારીનો પગાર ન થતાં તેથી રજા પર ઉતરી ગયેલ છે. પંચાયતના સાત સભ્યો વિરૂધમાં ઠરાવ થતો હોય અને સહીના નમુના તાત્કાલીક ફેરવી અમને અધિકાર આપે એટલે કર્મચારીઓના તાત્કાલીક પગાર ચુકવી દેઇએ અને પાણી ચાલુ થઇ જાય..
બોક્ષ્ – પીવાના પાણીના ટાંકા પાસે તાળા મારી દીધા….લાખાભાઇ મકવાણા…
સનખડા ગામમાં રહેતા લાખાભાઇ મકવાણાએ જણાવેલ કે પંચાયતે પીવાના પાણીના ટાંકા પાસે તાળા મારી દીધા છે. જેથી ગામમાં નળ નથી આવતા તેથી મહીલાઓ લગ્ન પ્રસંગમાં પાણી વગરના હેરાન પરેશાન થઇ રહી છે. અને કપડા ધોવા માટે નદીએ જવું પડે છે. વિરોધ પક્ષ અને પક્ષનાને ગામની કોઇ પડીજ નથી. ચોવીસ જણાનેજ કામ સોપી દીધુ છે. તેને જે કરવું હોય તે કરે પરંતુ ગામ લોકોએ તેમને ચુંટાવ્યા તો ગામ લોકોને ન્યાય મળે તેથી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે તેવું જણાવેલ હતું.
બોક્ષ્ – લોકો માટે પીવાનું પાણી બંધ કરી દેવાનો સરપંચને અધિકાર નથી….. તા.પં.પ્રતિનીધી હનુભાઇ ગોહીલ…
સનખડા ગામે રહેતા હનુભાઇ ગોહીલ તાલુકા પંચાયતના પ્રતિનીધીએ જણાવેલ કે છેલ્લા ચોવીસ કલાકથી ગામના સરપંચે પીવાનું પાણી બંધ કરાવી દીધુ છે. પોતાની મનમાની કરીને કોઇ કારણો વગર જીવન જરૂરી પીવાનું પાણી બંધ કરી દેવાનો સરપંચને અધિકાર નથી કે પાણી બંધ કરાવી શકે. પાણી મળતુ ન હોવાથી લગ્ન પ્રસંગ, મજુરો, લોકો હેરાન થઇ રહ્યાં છે. ગામ લોકોને પાણી આપવું ન હોય તો લોકોને ચાવી સોપી દેઇ તો અમે સ્વખર્ચે ગામના ભંડોળે ફાળો કરી ગામને પાણીની વ્યવસ્થા કરી આપશું તેવું જણાવેલ હતું.


