Gujarat

ઊના શહેરમાં બંધ મકાન માંથી તસ્કરોએ રોકડ તથા સોના ચાંદીનાની ચોરી કરી છું

 

પરીવાર લગ્નમાં ગયો અને તસ્કરો બંધ મકાનમાં હાથફેરો કરી રૂ.63,૦૦૦ હજારની ચોરી કરી..

 

ઊના શહેરમાં ફરી તસ્કરો સક્રીય બની ગયા હોય તેમ શિયાળાની ઠંડી અને લગ્ન પ્રસંગમાં પરીવાર ગયો હોય ત્યારે બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી નાશી જતાં હોય છે. અગાઉ પંદર દિવસ પહેલા વિદ્યાનગર નાગનાથ મંદિર પાસે બંધ મકાનમાં ચોરી થઇ હતી. ત્યારે ઉના શહેરમાં પરીવાર લગ્ન પ્રસંગમાં ગયો અને બંધ મકાનમાંથી તસ્કરોએ તાળા તોડી રોકડ તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાશી જતાં પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉના શહેરના પટેલ સોસાયટીમાં આવેલ પાતળેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગે મકાનમાં ભાડાથી રહેતા પ્રકાશભાઇ બાબુભાઇ વઘાસીયા તેમજ પત્નિ બાળક સાથે મકાનમાં તાળા મારી તા.૩ ફેબ્રુ.ના રોજ ગીરગઢડાના ફાટસર ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. અને  ત્યાથી પરત ઘરે આવતા બંધ મકાનના તાળા તુટેલી હાલતમાં હોય અંદર જોતા રૂમમાં વેરવિખેર હાલતમાં પડેલ હતું. અને બેડરૂમમાં રાખેલ તીજોરીના લોકરમાંથી રોકડ રકમ રૂ.૩૫ હજાર તેમજ ચાંદીના છડા જોડી ૧, નાકના સોનાના દાણા નં.૩ તેમજ હાથમાં પહેરવાની અલગ અલગ ડીઝાઇનની ૩ વીંટી કુલ. ૧૦ ગ્રામ સહીત કુલ કિ.રૂ. 63, ૦૦૦ ની ચોરી કરી તસ્કરો નાશી છુટ્યા હોય આ બાબતે પ્રકાશભાઇ વધાસીયાએ પોલીસમાં અજાણ્ય શખ્સો વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે તસ્કરોને પકડી પાડવા તપાસ હાથ ધરેલ છે. અગાઉ પણ ચોરીના બનાવો બની ગયેલ છે. ત્યારે શહેરમાં પોલીસનું રાત્રીના સઘન પેટ્રોલીંગ કરવામાં આવે તો ચોરીના બનાવો અટકે તેવી લોકોની માંગણી ઉઠવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *