ઊનાના સામતેર ગામની નદી કાંઠા વિસ્તારમાં ખેતીની જમીન ધરાવતા દિનેશભાઇ લખમણભાઇ જાદવને ૬૦ વિધા જમીન હોય તેમાં તેવોએ એક સાથે બે પાકનું વાવેતર કરી ઉત્પાદન મેળવેલ હતું. ઉનાળાની સીઝનમાં ટેટી, તરબુચ તેમજ કારેલાની લોકોની વધુ માંગ હોય છે. આથી ખેડૂતે ટેટીની સાથે સાથે કારેલાનું પણ વાવેતર કરેલ હતું. આમ એકજ માસમાં બન્ને પાકની ઉપજ મેળવેલ હતી. ખેતીમાં પોતે પ્રતિશીલ ખેડૂત પોતાના ઘરે બેઠા પાકને પાણી વાળવાની મોટરને મોબાઇલ સ્ટાટર મારફતે ચાલુ બંધ કરી શકે છે. અને ખેતીમાં કારેલાનું વાવેતર કરેલ તેમાં ખેતીમાંજ લાકડા તેમજ દોરી વડે મેળો ઉભો કરી તેમાં વેલ લંબાઇ તેમ વધુ કારેલાનો પાક મેળવેલ. સામતેર ગામે હાલ આધુનિક ખેતીનો ઉપયોગ કરતા દિનેશભાઇ પોતાની વાડીમાં હાલ ટેટી અને કારેલાનું ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની કમાણી કરે છે. દિનેશભાઇએ જણાવેલ કે માર્કેટમાં ભાવ સારો મળશે તો એક વિઘા પાક માંથી રૂ. ૧ લાખની ઉપજ મળી શકે છે. ખેતીની જમીન કુલ ૬૦ વિઘાની ખેતીમાં ટેટી અને કારેલાના સારા ઉત્પાદનથી ખેડુત લાખો રૂપિયાની કમાણી કરશે તેવું ખેડૂતે દિનેશભાઇએ જણાવેલ હતું.


