ઊના – ઉના સૈયદ રાજપરા ગામ છેવાડાનો વિસ્તાર હોય આશરે ૧૫ હજારની વસ્તી ધરાવતુ ગામ આવેલ છે. આ બંદર કાંઠામાં માછીમારો માટે અનેક પ્રકારની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. નલ સે જળ યોજના હેઠળ પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ અનેક વિસ્તારમાં પાણી લાઇન ફીટ કરવામાં આવેલ નથી. જેથી બંદરના તમામ વિસ્તારમાં નલ સે જળ યોજના મુજબ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે આ ઉપરાંત માછીમારો જ્યારે બોટો લઇ દરીયામાં માછીમારી કરવા જાય છે. ત્યારે બોટોમાં પીવા માટે તેમજ જમવાનું બનાવવા માટે પાણીની જરૂરીયાત રહે છે. તેના માટે માછીમારો અન્ય સ્થળેથી વાહન મારફત પાણી દરીયા કિનારા સુધી પહોચાડવું પડે છે. ત્યાર બાદ માછીમારો કિનારાથી બોટ સુધી પાણીના કેરબા, વાસણ મારફતે માથે ઉચકી બોટ સુધી લઇ જવા ભારે મુશ્કેલી વેઠવી પડે છે. દરીયા કિનારે જે જગ્યાએ બોટો પાર્કીગ કરવામાં આવે છે. તે જગ્યા એ પાણીની પાઇપ લાઇન મારફત પાણીના પંપની વ્યવસ્થા કરી નલ સે જળ યોજના જેવી આ બંદરના માછીમારો માટે જલ સે બોટ યોજના બનાવવામાં આવે તો માછીમારોની બોટમાં પાણીના પ્રશ્નનું નિરાકરણ આવે તેમ છે. આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો માછીમારો આ યોજના મુજબ સરકારના નિયમોનુસાર પાણી વેરાની રકમ પણ સરકારમાં ભરવા તૈયાર હોય આ પ્રકારની સુવિધા ન હોવાના કારણે માછીમારો બીજા પાસેથી વેચાતુ પાણી લાવવું પડે છે. તેમજ બોટ સુધી પાણી લાવવા ઘણા પૈસાનો ખર્ચ કરવો પડે છે. જેથી આવક ઉપર ભારે નુકસાન થતુ હોય આથી બંદરમાં માછીમારોને બોટોમાં પાણીની સુવિધા માટે દરીયા કિનારે પાણીના પંપની વ્યવસ્થા કરવા માટે નલ સે જલ યોજના જેમ નલ સે બોટ જેવી યોજના બનાવી પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઇ કામળીયાએ રાજ્યના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી હતી.
