ચોમાસાની સીઝન પહેલા તાત્કાલીક કામગીરી પૂર્ણ કરવા ગ્રામજનોની માંગ…
માધ્ય. શાળાનુ બિલ્ડીંગ બનાવવા મટીરીયલના અસહ્ય ભાવ વધારાના કારણે ગાંધીનગર રીટેન્ડરીંગની પ્રોસેસ કરી એજન્સી નક્કી થયે બાંધકામની સાથે ખાડો બુરાશે.
ઊનાના સૈયદ રાજપરા ગામે આવેલ પ્રાથમિક શાળાના મેદાનમાં આવોલ પાણીના ખાડામાં ચોમાસા દરમ્યાન પાણીનો ભરાવો થતો હોવાથી શાળામાં આવતા બાળકોના સ્વાથ્ય પર ગંભીર અસર ન પડે આથી ચોમાસાની સીઝન પહેલા આ પાણી ભરેલા ખાડામાં માટી દ્રારા ભરતી કરી ખાડાને બુરી દેવામાં આવે અને માધ્યમિક શાળાનું બિલ્ડીંગ બનાવવા અંગે સરપંચ ભરતભાઇ કામલીયા દ્રારા ઉચ્ચકક્ષાએ અગાઉ રજુઆત કરવામાં આવેલ હતી.
ગીરસોમનાથ જીલ્લા પ્રોજેક્ટ કો.ઓડીનેટર દ્રારા શિક્ષણ વિભાગ પ્રા.મા.ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ ગાંધીનગરને પત્ર કરેલ જેમાં સૈયદ રાજપરા ગામે પ્રાથમિક શાળા મેદાનમાં માધ્યમિક શાળા બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવેલ હોય સૈયદ રાજપરાના સરપંચ તથા સભ્યો દ્રારા પ્રા.શાળાના કંમ્પસમાં માધ્યમિક શાળા બનાવવા માટે જમીનનું ટેસ્ટીંગ પણ સમગ્ર શિક્ષા કચેરી દ્રારા કરવામાં આવેલ છે જેના બાંધકામના પ્લાન અને સ્ટ્રક્ચર ડિઝાઇન પણ થઇ ગયેલ હોય માધ્યમિક શાળાના બિલ્ડીંગ બનાવવા માટે એજન્સી પણ નક્કી કરવામાં આવેલ પરંતુ મટીરીયલના અસહ્ય ભાવ વધારાના કારણે ગાંધીનગર રીટેન્ડરીંગની પ્રોસેસ કરી એજન્સી નક્કી થયે બાંધકામ સત્વરે ચાલુ કરવામાં આવશે. અને શાળામાં જે જગ્યાએ પાણીનો ભરાવો થાય છે તે જગ્યા ઉપર પાઇપ ફાઉન્ડેશન કરી બાંધકામ હાથ ધરવામાં આવશે. સાથે બિલ્ડીંગનું બાંધકામ ચાલુ થશે ત્યારે પાણી ભરાવાના પ્રશ્નો કાયમી માટેની સમસ્યા હલ થઇ જશે તેવો પત્રમાં જણાવેલ


