Gujarat

એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર વિદ્યાલય ખાતે ઉજવાયો વિશ્વ માતૃભાષા દિવસ

૨૧મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રાંત પ્રમાણે લોકો આ દિવસે વિવિધ રીતે ઉજવણી કરી માતૃભાષાની જાળવણી તથા ઋણ અદા કરે છે. એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણાથી માતુ શ્રી આર.ડી. વરસાણી વિદ્યાલયના બાળકો તથા શિક્ષકોએ ગુજરાત તથા ગુજરાતી ભાષાનું મહત્વ ધરાવતા વિષયોનું વિવેચન તથા માહિતીની આપલે કરી અનોખી ઉજવણી કરી હતી. આ દિનને વિશેષ બનાવવા આચાર્યશ્રી મહેશભાઈ જોશીએ કવિ સર્જિત આપણી માતૃભાષાનું જીવનમાં સ્થાન અને મહત્વ ધરાવતા વાક્યો નાના બાળકો દ્વારા બોલાવ્યા હતા. વિદ્યાર્થીઓએ દરેક વર્ગમાં માતૃભાષા ગુજરાતી વિશે માહિતી એકત્રિત કરી સોફ્ટ બોર્ડ પર લગાવી હતી.

 

-ખાતે-ઉજવાયો-વિશ્વ-માતૃભાષા-દિવસ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *