મહુધા પોલીસે લાશને પીએમ માટે મોકલી
આપી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી
મહુધાના વડથલ પાસેની કેનાલમાંથી આજે બુધવારે સવારના સમયે કઠલાલના પ્રેમી પંખીડાના મૃતદેહો કેનાલના પાણીમાં મળી આવતાં કચાર મચી જવા પામી છે. આ અંગે મહુધા પોલીસ દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
મહુધા તાલુકાના વડથલ ફલોલી કેનાલમાં આજે સવારે યુવક અને યુવતીના મૃતદેહો કમરના ભાગ દુપટ્ટો બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ મહુધા પોલીસ ને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદ મેળવી બન્નેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ઓળખ છતી કરતા મૃતક યુવાન કઠલાલ ખાતે રહેતો નરેશભાઈ ગેલાભાઈ પરમાર (ઉં. વ. 30} અને મંગુબેન દશરથભાઈ પરમાર (ઉં. વ. 28) હોવાનું ખુલવા પામ્યું હતું. પ્રેમી પંખીડાની લાશો કેનાલમાંથી મળ્યાની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઘટનાથી એકત્ર થઈ જવા પામ્યા હતા. ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવતાં બંન્નેનો પરિવાર કેનાલ ઉપર આવી પહોંચ્યા હતો.
મહુધા પોલીસે લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આ બન્ને યુવક-યુવતી ગઈકાલે રાત્રીના સુમારે જ ઘરેથી નીકળી ગયા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ સાથે જીએગે સાથે મરેંગેનો કોલ નીભાવવા માટે તેમણે કેનાલમાં ઝંપલાવીને મોતને વહાલુ કર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે


