મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ નગરની ધરોહર એટલે કે કુંડવાવ કપડવંજ નગરના કુંડવાવ ની અંદર એક સુંદર પ્રાણ વાયુ આપતું એક પીપળાનું વૃક્ષ હતું જેમાં એક ધર્મની શ્રદ્ધા અને આસ્થા નું પ્રતીક ગણાય છે અને ધર્મની માન્યતા પ્રમાણે આ પીપળના વૃક્ષની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ. શનિદેવ. કૃષ્ણનો વાસ. તથા પિતૃઓનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે.
થોડા દિવસ પહેલા જ આ વાવની સામે આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરે કપડવંજ સેવાભાવી સંસ્થાના સામાજિક કાર્યકરે મુલાકાત દરમિયાન મંદિરની વિડીયોગ્રાફી અને વાવની પણ વિડીયોગ્રાફી કરી હતી તે સમય આ પીપળાનું વૃક્ષ હયાતીમાં હતું ત્યારબાદ ૧૦ એક દિવસ બાદ તેઓને બાતમી મળતા તપાસ અર્થે રૂબરૂ ગયા તો જોવામાં આવ્યું જે તે વૃક્ષને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું અને થળિયામાંથી અલગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજુબાજુના રહીશોને પૂછપરછ કરતા જાણ થઈ હતી કે જ્યારે આ વૃક્ષ કાપવાની કામગીરી ચાલી રહી હતી ત્યારેજ નગરપાલિકાનું ધ્યાન દોરવામાં આવેલ પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહીં ત્યારબાદ સામાજિક કાર્યકર દ્વારા જે તે અધિકારીને જાણકરવામાં આવી કે આવા કોઈ એક ધર્મ ની લાગણી દુભાય તેવી પ્રવુતિ થઈ રહી છે માટે આપ દ્વારા આ વિષય ધ્યાનમાં લઈને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે પરંતુ અધિકારીઓ નો જવાબ હતો કે આ અમારામાં ન આવે અને કાર્યવાહી કરવામાં નિરસતા અને ઉદાસીનતા દાખવી હતી.
જ્યારે જિલ્લાના વડા કલેક્ટર દ્વારા તપાસ હાથ ધરી જે તે અધિકારીઓ તેમજ જેના દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.જ્યારે એક તરફ નગરપાલિકા અને સંસ્થાઓ દ્વારા મોટી જાહેરાતો અને ફોટો સેશન સ્વચ્છતા અભિયાન ના કરવામાં આવી રહ્યા છે અને અને બીજી તરફ કુંડવાવ બજારના વેપારીઓ માં પણ ફરિયાદ ઉઠવા પામી છે છે કે અહીંયા ખૂબ જ ગંદકી રહે છે.
નિયમિત વાવ પણ સાફ-સફાઈ થતી નથી જો થોડા સમય પહેલા જ વાવ સાફ કરી હોત તો હાલમાં જે દ્રશ્ય છે એવા ન દેખાતા હવે ચોમાસુ બેસતા વાવ માં પાણી ભરાઈ ગયું અને ગંદકી ત્યાંની ત્યાં ની ત્યાંજ રહેવા પામી છે.


