Gujarat

કમોસમી વરસાદની આગાહીના પગલે ખેતીવાડી વિભાગ દ્વારા પાક સુરક્ષાના નિર્દેશો જાહેર કરાયા

જામનગરના સર્વે ખેડુત મિત્રોને જણાવવાનું કેસૌરાષ્ટ્રમાં ૬ અને ૭ જાન્યુઆરીએ વાદળછાંયા વાતાવરણ સાથે હળવો કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે ત્યારે વરસાદ થાય તો જીરૂ, ધાણારાઈચણાશાકભાજી પાકમાં રોગ જીવાતનો ખતરો ઉભો થવાની શક્યતા છેવાદળછાંયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઉભા પાક જેવા કે દિવેલા, કપાસરાઈજીરૂચણાશાકભાજી વગેરે પાકમાં ખેડુતોએ સાવચેતી અને સલામતીના પગલાં લઈ ખેતીપાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. જેમાં વીણી કરેલા શાકભાજી કે કાપણી કરેલ પાક હોય તો વરસાદથી પાક ભિંજાય નહી તે માટે કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવા ખેતીવાડી તંત્ર દ્વારા નિર્દેશ કરાયો છે.

આ માટે ખાસ રાઈચણાજીરૂદિવેલાશકભાજી વગેરે ઉભા પાકોમાં પિયત ટાળવું જોઇએખેતરમાં રહેલા ઘાંસચારાના ઢગલા વ્યવસ્થિત જગ્યાએ ઢાંકીને રાખવાફળપાકો કે શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે પહોંચાડવા જોઇએપાકોમાં જિવાતનો ઉપદ્રવ થાય તો જંતુનાસક દવાનો છંટકાવ કરવોજીરૂચણારાઇશાકભાજીદિવેલા સહિત કોઇ પાકોમા જિવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબકકે જૈવિક નિયંત્રણ કરવું અને જિવાતની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પધ્ધતિ અપનાવી જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઇએ તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *