Gujarat

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી

કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં જામનગર જિલ્લાના પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે અને પ્રજાલક્ષી કામગીરીમાં વેગ લાવવા માટે મંત્રીશ્રીએ જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કમિશનરશ્રી તથા વિવિધ વિભાગના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી લોકપ્રશ્નોની તત્કાલ નિવારણ માટેની કામગીરી હાથ ધરી હતી. 

બેઠકમાં મંત્રીશ્રીએ ટેકાના ભાવની મગફળી ખરીદી, જામનગરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠા અને પાણી વિતરણ વ્યવસ્થા અંગે,જમીન રિ-સર્વે,કોરોનાની વર્તમાન સ્થિતિ અને તેના આગોતરા આયોજન, પૂર અસરગ્રસ્તોને સહાય, ગ્રામ્ય વિસ્તારના રસ્તા, વીજળી વગેરે બાબતો અંગે ચર્ચા કરી, અધિકારીઓને પ્રશ્નોના નિકાલ માટે તત્કાલ કામગીરીની તાકીદ કરી હતી. 

આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, ડી.આર.ડી.એ. નિયામકશ્રી રાયજાદા, પુરવઠા અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, સિંચાઈ, માર્ગ-મકાન રોજગાર, વિજળી વગેરે વિભાગના સર્વે જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *