Gujarat

કેન્દ્ર શાશીત પ્રદેશ દિવમાં આવતા પ્રવાસીઓને ખોટી રીતે હેરાન કરી પૈસા પડાવતા પોલીસ કર્મીઓથી ત્રાહીમામ…

ઉના તાલુકાના લોકો, નાના મોટા વેપારીઓ, પ્રર્યટકો, વાહન ચાલકો દિવ પોલીસથી હેરાન પરેશાન.

 

ઊના –  ગુજરાત તથા અન્ય રાજયમાંથી કેન્દ્ર શાશીત પ્રદેશ દિવમાં આવનારા પ્રવાસીઓને અને માછીમારીના વ્યવસાઈ સાથે જોડાયેલા નાના મોટા વેપારીઓ, ફેરીયાઓ, નાના મોટા ધંધા

માટે જતાં વેપારીઓને તેમજ મજુરોને પણ દિવ પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હોય આમ વિવિ પ્રશ્નો બાબતે હેરાન પરેશાન કરતા હોવાથી દિવ પોલીસ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે ઊના તથા ઉના તાલુકાની આસપાસની આમ જનતા તથા વેપારી સંસ્થા તેમજ જીમ્મેદારી નાગરીકો દ્રારા દિવ ડે.કલેક્ટરને લેખિત રજુઆત કરી હતી.

 

દિવ પોલીસને વાહન ચાલકો તમામ પ્રકારના ડોકયુમેન્ટ બતાવવા છતાં તેમનો ટગેટ પુરો કરવા માટે ફરજીયાત હેરાન કરી  રૂા.૫ હજાર નો દંડ ભરવો પડશે. વેપારી તથા સામાન્ય માણસો સાથે દિવ પોલીસ દ્વારા ગુંડા જેવો વ્યવહાર કરે છે. દિવમાં આવનારા નાના વેપારી તથા ગરીબ અને નાના ફેરીયાઓનો તથા શાકભાજી ચેકીંગના નામે કાઢી લેવામાં આવે છે. અને ફેરીયા ધ્વારા વિરોધ કરવામાં

આવેતો ધમકી આપે છે. વેપાર કરવા દિવમાં જવા નહી દઈશું એવું કહી ગરીબ ફેરીયા તથા નાના વેપારીઓને હેરાન કરવામાં આવે છે. પોલીસ દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડનારા સપ્લાયરો તથા બુટ લેગરોને દિવ તથા ગુજરાત પોલીસ દ્વારા પ્રોટોકોલ પુરૂ પાડવામાં આવે છે. મોબાઈલ ફોન દ્વારા રસ્તો

કલીયર કરી આપવામાં આવે છે. અને તેમાં દારૂના દુકાન દાર તથા પોલીસ સંડોવાયેલા

હોય છે. અને હપ્તો લઇ મોટી માત્રામાં દિવ માંથી દારૂ કાઢવામાં કલેકટર સાહેબની આગળ પાછડ પ્રોટોકોલમાં પોલીસ હોય તેવીજ રીતે બુટલેગરોની આગળ પાછળ દિવ તથા ગુજરાત પોલીસ પ્રોટશન આપતા જોવાનું જાણવા મળેલ છે. દિવ માંથી ગુજરાતમાં આવતો લાખો રૂપીયાનો દારૂ ગુજરાત પોલીસ દ્વારા પકડવામાં પણ આવતો હોય અને તેમાં દિવ તથા ગુજરાત પોલીસની સાંઠ ગાંઠ હોવાનું સાબિત થાય છે. આમ પોલીસ દ્વારા ગુંડાઓને છોડી દેવામાં આવે છે. અને ગુજરાતમાં દારૂ દાખલ કરવા માટે

દરેક બ્રાન્ડની દારૂની તથા બિયરની પેટીઓના ફીકસ ભાવ દિવ તથા ગુજરાત પોલીસ દ્વારા

ઉઘરાવવામાં આવે છે. અને કામ બતાવવા તથા કેસના ટર્ગેટ પુરા કરવા દિવ પોલીસ

ધ્વારા નાના તથા ગરીબ વેપારી ફેરીયાઓ તથા આમ નાગરીકો તથા પ્રવાસીઓ સાથે ખરાબ

વ્યવહાર કરવામાં આવે છે.

આ તમામ પ્રશ્નો બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં વિવીધ કાર્યક્રમો  એહમદ પુર માંડવી ચેકપોસ્ટ પાસે (ધોધલા નાકે) ચકકાજામ જેવા તેમજ ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ કરવાની ફરજ પડશે. અને દિવમાં આવતી જીવન જરૂરીયાતની તમામ ચિજ વસ્તુઓ અટકાવી વિરોધ કરવામાં આવશે. અને તેનીતમામ જવાબદારી પ્રસાશન તથા દિવ પોલીસની રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *