Gujarat

કેશોદ પાઠક સ્કૂલના વિદ્યાર્થીઓએ પોકેટ મની માંથી ગાયો માટે બનાવ્યા આયુર્વેદિક લાડુ

કેશોદ પાઠક સ્કૂલ માં કોમર્સ ના વિદ્યાર્થીઓ દ્વારા ગૌ માતા માટે આયુર્વેદીક લાડુ બનાવવામાં આવ્યા હતા. ભણતરની સાથે મેનેજમેન્ટના પાઠ શીખતા કોમર્સના વિદ્યાર્થીઓ
હાલમાં લંમ્પી વાયરસ ગૌ માતામાં પ્રસરી રહ્યો છે ત્યારે કેશોદ વિસ્તારમાં ગાયોમાં પણ જોવા મળેલ છે જ્યારે હરહંમેશ ભણતરની સાથે-સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરાવતી અને બાળકોમાં પણ મેનેજમેન્ટના પાઠ શીખે તે માટે સ્કૂલ હંમેશા કાર્ય કરે છે. આ ઇનોવેટીવ વર્કમાં બાળકોએ પોતાના પોકેટ મની ના પૈસામાંથી 101 કિલો આયુર્વેદિક લાડવા બનાવેલ હતા. આ કાર્યની પ્રેરણા સ્કૂલના સંચાલક સમીર કણસાગરા એ આપેલ હતી તેમજ સંચાલકે વધુમાં ઉમેર્યું કે બાળકને સ્કૂલમાં રોબોટ બનાવવામાં આવતા નથી. બાળક અત્યારથી જ ભણતરની સાથે સામાજિક મૂલ્યો પણ શીખે તે માટે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ પોતાની બચતમાંથી ફાળો કરેલ અને કોમર્સના વિદ્યાર્થીઓએ એક આબેહૂબ મેનેજમેન્ટનો પાઠ આ વર્કમાં શીખેલ છે. આ તકે શાળાના શિક્ષકશ્રીઓ પણ તેમની સાથે જોડાઈને સમાજમાં એક પ્રેરણા પૂરી પાડેલ હતી. દરેક શાળા ના શિક્ષકો તેમજ સંચાલકો એ બાળકોને તેમના અભ્યાસ ની સાથે અન્ય ઉપયોગી પ્રવુતિઓ માટે પણ પ્રેરિત કરવા જોઈએ જેથી તે બાળક મોટો થઈ અને સેવાભાવી તેમજ સમાજ ઉપયોગી શ્રેષ્ઠ વ્યક્તિ બને અને ભારત દેશ ને આવાજ યુવાઓની જરૂર છે.
અહેવાલ :- નરેશ રાવલીયા કેશોદ

IMG-20220910-WA0243.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *