આણંદ જિલ્લાના આંકલાવ મુકામે આંકલાવ મોલેસલામ ગરાસિયા સમાજ દ્વારા ૬ દિવસીય મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ માં બ્લડ પ્રેસર,કમર દર્દ,હાથ-પગ સુન થઈ જવા,જોડોના દર્દ,થાઇરોઈડ, જૂનો માથાનો દુખાવો,ઘૂંટણ નાે દુખાવો વિગેરે પ્રકારના દર્દો નો ઈલાજ કરવામાં આવ્યો હતો, જેની ૬ દિવસ નો ચાર્જ માત્ર ૧૦૦₹ રાખેલ હતો.આ કેમ્પ માં બીમારી ઓનો ઈલાજ એક્યુપ્રેશર,ફિજિયોથેરાપી,મેગ્રેટ થેરાપી,વાયબ્રેશન થેરાપી, સુજાેક થેરાપી થી જર્મન ટેકનીક દ્વારા ઈલાજ કરવામાં આવ્યો હતો. ઘણા બધા દર્દીઓએ જેનો લાભ લીધો હતો.જે કેમ્પ માં આજરોજ ગરાસિયા સમાજના અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી ના ડિપાર્ટમેન્ટ ના વાઇસ ચેરમેન નશરૂદ્દીન રાઠોડે મુલાકાત કરી હતી. અને આંકલાવ મોલેસલામ ગરાસિયા સમાજ ના પ્રમુખ અનવર ભાઈ રાજ, ઉપ પ્રમુખ એમ.ડી.રાજ, સેક્રેટરી કે.ડી.રાજ,અને કમિટીના તમામ સભ્યો અભીનંદન આપ્યા હતા. કેમ્પ ની મુલાકાતે આવેલ નશરૂદ્દીન રાઠોડ નું મોલે સલામ ગરાસીયા સમાજ ના હોદેદારો તરફ થી સન્માન કરવામાં આવ્યું.


