મહેસાણા
મહેસાણાના સવાલા ગામમાં કોંગ્રેસના નેતા વઝીરખાન પઠાણના પુત્ર શાહરુખ ખાનના લગ્ન પ્રસંગમાં હાજર રહેલું આખેઆખું સવાલા ગામ ફૂડ-પોઇઝનિંગની ઝપટમાં આવી ગયું છે. જેમાં ૧૨૨૧ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ છે. ત્યારે જે સ્થળે ભોજન સમારંભ રખાયો હતો, તે સ્થળના વીડિઓ સામે આવ્યા છે. જેમાં જાેવા મળે છે કે જ્યા ભોજન બનાવ્યું તે સ્થળ ગંદકીથી ખદબદી રહ્યું છે. લોકોએ ફૂડ-પોઇઝનિંગની અસર બાદ જે ભોજન અધૂરું મૂક્યું તે ભોજન હજુપણ હટાવ્યું નથી. એના એજ સ્થળે વેજ જમણવાર પણ યોજવાનો હતો. દાવતમાં વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવી હતી. જાેકે, ભોજન લેતાં જ ૧૨૦૦થી વધુ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. જમવામાં મટન બાદ, દૂધીનો હલવો, ફૂટ સલાટ જેવી વાનગીઓ ખાતા એકાએક લોકોને ઉલ્ટીઓ થવાનું શરૂ થતા દોડધામ મચી જવા પામી હતી. જ્યારે આ વાનગી જે સ્થળે બનાવી તેના વીડિયો સામે આવ્યા છે. જેમાં જાેઇ શકાય છે કે, સ્થળ ગંદકીથી ખદબદી રહ્યું છે. લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ-પોઇઝનિંગ થઈ જતાં તાત્કાલિક જે વાહન મળ્યાં એમાં બેસી વિસનગર, વડનગર, મહેસાણા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, મહેસાણા એસપી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જમવા ગયા અને જમીનને આવ્યા ત્યારે અચાનક ઉલ્ટીઓ થવા લાગી હતી. મારા પરિવારમાં કુલ પાંચ લોકોને ઉલ્ટીઓ થવા લાગી જેમાં ત્રણ દીકરીઓ અને બાકીના પરિવારજનોને ઉલ્ટી થતાં સારવાર માટે આવ્યા છીએ. મને પણ અસર થઈ હતી ઇન્જેક્શન લીધા બાદ મને સારું છે. લગ્નમાં દિલ્હી દરબાર નામના કેટરર્સ દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું હતું. જે કેટરર્સના કર્મચારીઓ જણાવ્યું હતુ કે, અમે મુંબઈથી કામ કરવા આવ્યા છીએ. રાત્રે કામ કર્યા બાદ હલવો અને ચિકન ખાધા બાદ પેટમાં ગડબડ થવા લાગી હતી અને ઉલ્ટી થઇ હતી. દાવતમાં ૨૦ હજાર લોકો ઉપસ્થિત હતા. ઘણા લોકોને આવું થયુ હતુ. જેમાં અમારા ગૃપમાં ૧૦ લોકો પણ ભોગ બન્યા છે. અમને અમારો માલિક મહેસાણા સિવિલ ખાતે સારવાર માટે મૂકી ગયો છે. જાેકે, કેટરર્સના કર્મચારીએ માલિકનું નામ જણાવવા ઇનકાર કર્યો હતો.
