ગિરગઢડા
ભરત ગંગદેવ.
આજ રોજ ૨૨ માર્ચના ઘાંટવડ પ્રાથમિક કન્યા શાળા માં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણ આપવાની ઝુંબેશ હાથ ધરાઇ હતી જેમાં સરપંચ અબ્દુલભાઈ મહેતર તથા ઉપ સરપંચ નટવર સિંહ મકવાણા તથા ન્યાય સમીતી ચેરમેન અશોકભાઈ વાઢેર તથા ગ્રામ પંચાયત સદસ્ય પ્રતાપભાઈ વાંજા તથા ભીખુભાઈ મકવાણા તથા smc ના અધ્યક્ષ સુરેશભાઈ બાબરીયા તથા પ્રેસ રિપોર્ટર શબ્બીરભાઈ સેલોત તથા smc ના સભ્ય વીપુલભાઈ પરમાર ના માર્ગદર્શન હેઠળ ઘાંટવડ પ્રાથમિક શાળામાં રસીકરણ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં FHW ગૌરીબેન વાળા તથા શાળાના આચાર્ય અશોક ભાઈ પરમાર તથા,MPHW દિવ્યેશભાઈ વાળા તથા અશાફેસીલીટર કાનું બેન વાઢેર તથા શિક્ષકશ્રી વિપુલ ભાઈ દીક્ષિત તથા રાજુ ભાઈ વાઢેર તથા શિક્ષકો ના સ્ટાફ ની હાજરીમાં બાળકોને Corbevax વેક્સિન આપવામાં આવી..બાળકો ઉત્સાહપૂર્વક રસીકરણ કાર્યક્રમ જોડાયા..


