ગિરગઢડા
ભરત ગંગદેવ…
ગીર-સોમનાથ તા. -૨૦, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન દ્વારા પ્રતિભાશાળી (યંગ ટેલેન્ટ) ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે આગામી તા.૨૯/૦૪/૨૦૨૨ ના રોજ બહેનો તથા તા.૩૦/૦૪/૨૦૨૨ ના રોજ ભાઈઓ માટે જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન સોમનાથ એકેડેમી, બાયપાસ પાસે, કોડીનાર ખાતે સવારે ૦૬:૩૦ કલાકે કરવામાં આવેલ છે, જેમાં ખેલ મહાકુંભ – ૨૦૨૨ માં તાલુકા કક્ષાની અં-૧૧ ની ૫૦ મીટરદોડ તથા સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ ઇવેન્ટમાં વિજેતા ક્રમ (૧) થી (૮) માં પસંદગી પામેલ તા.૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા ભાઈઓ તથા બહેનો આ બેટરી ટેસ્ટમાં ભાગ લઇ શકશે. વધુ માહિતી માટે કાનજી ભાલીયા, સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર–સોમનાથ કચેરી અથવા કન્વીનર નરેશભાઈ ગોહિલ, મો. નં. ૯૨૨૮૮ ૯૨૭૧૭ નો સંપર્ક કરી શકાશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.
