ગિરગઢડા
ભરત ગંગદેવ..
પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો આ નેત્ર નિદાન કેમ્પ ના દાતા સુંદરજી બાપા ગોહિલ થરેલી (ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન ) તથા દિવાળીબેન તથા રોહિતભાઈ અમરાપુર તથા રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ ના સેવાભાવી ડૉક્ટર જાની સાહેબ તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને અને ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તા તથા પત્રકાર જાદવભાઈ ચુડાસમા એ કેમ્પને ઉદબોધન કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
સૌને સદબુદ્ધિ માટે ૧૧ ગાયત્રી મહામંત્ર અને 5 મહામૃત્યુંજય મંત્રની સાથે પ્રાર્થના કરાઇ હતી જેમાં શ્રીરણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના ડોક્ટર જાની સાહેબ એ આંખના 162 દર્દીઓને તપાસી 45 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયા હતા. આ કેમ્પ ના દાતા તરફથી સૌના માટે ચા-પાણીની તથા સાદા ભોજનની વ્યવસ્થાસુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા તથા ચા-પાણીની વ્યવસ્થા રાખેલ હતી આ કેમ્પને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના પરિજન તથા સેવાભાવી ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી આ કેમ્પને સફળ બનાવવામાં કાનાભાઈ સોલંકી બોસન,નાથાભાઈ સોલંકી થરેલી, રોહિત ભાઈ દરબાર અમરાપુર, નારણભાઈ વાળા પાધરુકા, જુસબભાઈ વડાળા, દિવાળીબેન પ્રાચી,રતિલાલભાઈ પ્રાચી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિજનો તથા સ્વ રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ ના કાર્યકર્તાઓ તથા સેવાભાવી ભાઈ-બહેનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવેલો હતો.


