આજથી હું મારા ગુસ્સા પર કંટ્રોલ કરીશ .આજ થી હું બીજા લોકોની વાતને પહેલા શાંતિથી સમજવાની કોશિશ કરીશ. આજથી હું પોઝિટિવ બનવાની કોશિશ કરીશ. જે વાતથી મારુ દિલ દુભાતું હોય એ વાત હું બીજા લોકોને નહીં કહું હું કોઈને પૈસા ટકે સહારો કદાચ નહીં આપી શકું પણ મારી પાસે જે આવડત છે .એ હું બીજા પાંચ વ્યક્તિઓને જરૂર શીખવીશ. બીજા એ કહેલી મારા વિષયની કડવી વાતોને ધ્યાનમાં લઈને હું નેગેટિવ ને બદલે પોઝિટીવ વાત સ્વીકારી મારી જિંદગીને એક સારી દિશા તરફ વાળવાની કોશિશ કરીશ.મને લાખો ફેરા પછી મનુષ્ય અવતાર મળ્યો છે. એનો હું સદુપયોગ કરીશ. સારા વિચારો સારા કર્મ કરી ધરતી માતાનું હું ઋણ ચૂકવીશ.
*ખુશ રહેવા માટે મારે વધારે સુવિધાની જરૂર નથી*. પણ જે સુવિધા મળી છે. મને એ સુવિધા મારા માટે ખુશીઓનો ખજાનો છે. એવું સ્વીકારી ભરપૂર આનંદથી જીવવાની કોશિશ કરીશ. વિતી ગયેલો સમય પાછો મળવાનો નથી. પણ આવનાર સમયને હું મારા વિચારોથી ખુશખુશાલ બનાવવાની કોશિશ કરીશ.મારી જિંદગીને એક સારી દિશા તરફ વાળવાની કોશિશ કરીશ.
સુખમાં હોય કે દુઃખમાં હું હંમેશા રસ્તાઓ શોધવાની કોશિશ કરીશ. સમય અને સંજોગો બધાના સરખા નથી હોતા. કોઈ સારા તો કોઈ ખરાબ સમયમાં મારી ટીકા ટિપ્પણી કરે તો હું મારો સ્વભાવ નહીં બગાડું.મારા સારા સમયમાં કોઈ મારી પ્રસન્નતા કરે તો હું પ્રસન્નતામાં ફુગાની જેમ ફૂલાઈ નહીં જાવ અને હું મારા વિચારોને અકબંધ જીવવાની કોશિશ કરીશ .હા એવું બની શકે કે હું બધાને ન પણ સમજી શકું અને બધા મને પણ ન સમજી શકે પણ દુનિયામાં બધાના વિચારો અલગ અલગ હોય છે, બધાના જ રંગ રૂપ અલગ હોય છે, પસંદગી આદતો બધું જ અલગ હોય છે, છતાં આપણે કોઈને કોઈ રીતે અમુક લોકો સાથે નાની નાની વાતોમાં આપણને એમની સાથે વાત કરતા કરતા જ ગુસ્સો આવી જાય છે અને નાની જ વાતનો ગુસ્સો ઉગ્ર બની જાય છે.મારું નુકસાન થઈ રહ્યું છે એનું મને ભાન ગુસ્સો ઉતર્યા પછી જ થાય છે.
*હું મારા ગુસ્સા પર નિયંત્રણ રાખીશ .જેથી મારું નુકસાન થતું અટકે. બે ક્ષણનો ગુસ્સો મારા શરીર પર, સગા સંબંધી, નોકરી ધંધાના સ્થળ પર હું જે ગુસ્સામાં બોલી જાવ છું, જેનું મને પણ ધ્યાન નથી રહેતું. એ ગુસ્સાને રોકવા હું કોશિશ કરીશ* .હું ને મારો ગુસ્સો કેવો છે, એ મારી સાથે જે સંકળાયેલા છે ,એ જ વ્યક્તિ જાણી શકે છે ,જેથી હું એવા પાંચ વ્યક્તિઓને મારા ગુસ્સા વિશે પૂછવામાં નાનપ નહીં સમજુ. હું મારા ગુસ્સાને મારા શરીરમાં આવતા રોકવાની કોશિશ કરીશ . મારા શરીરને અનેક રોગોથી બચાવીશ .ગુસ્સાથી હું મારુ જ નુકસાન કરી રહી છું.જેની મને ખબર છે .છતાંય મને ગુસ્સો ખૂબ આવે છે. એવા સવાલો બધાને થાય ત્યારે આપણા યોગ નિષ્ણાંતોએ આપણને યોગ કરવાનું કહ્યું છે.
મારે સ્વસ્થ રહેવું છે ,ખુશ રહેવું છે, *હું આજથી ધીરજ રાખીશ. મારા ગુસ્સા પર કંટ્રોલ રાખીશ.*
કથીરીયા પ્રવિણા “પવી” નવસારી.


