Gujarat

 છોટાઉદેપુર જિલ્લાની ત્રણે ત્રણ સીટો ઉપર ભાજપનો ભગવો લહેરાયો.  છોટાઉદેપુર જિલ્લાની ત્રણે ત્રણ બેઠક પર ભાજપે કર્યો કબજો  

આજે વિધાનસભાની ચૂંટણીની આજે મતગણતરી હોય અને પાંચમી ડિસેમ્બરે સમગ્ર ગુજરાત સહિત છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાનું મતદાન થયું હતું જેની આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે છોટાઉદેપુર ની પોલિટેકનિક કોલેજ ખાતે સવારમાં આઠ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા 137 છોટાઉદેપુર વિધાનસભા માં રાજેન્દ્રસિંહ  રાઠવા નો વિજય થયો હતો જ્યારે 138 જેતપુર વિધાનસભામાં જયંતીભાઈ રાઠવાનો વિજય થયો હતો જ્યારે 139 સંખેડા વિધાનસભાના 108 ગણાતા અભેસિંગભાઈ તડવીનો વિજય થયો હતો
      આજે વહેલી સવારથી જ છોટાઉદેપુર પોલિટેકનિક કોલેજ ખાતે તમામ પક્ષના હજારો કાર્યકરો ની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી પ્રથમ બેલેટ પેપરથી ગણતરીની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પહેલેથી જ ભાજપની લીડ જોવા મળી હતી. તમામ રાઉન્ડના અંતે છોટાઉદેપુર જિલ્લાની ત્રણે ત્રણ વિધાનસભા 137 છોટાઉદેપુર વિધાનસભા તેમજ 138 પાવીજેતપુર વિધાનસભા તથા 139 સંખેડા વિધાનસભામાં જંગી બહુમતીથી ત્રણે ત્રણ ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો અને આ વિજયની સાથે જ કોંગ્રેસના ગઢ ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો
      139 સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અને 2022 ની ચૂંટણીમાં થયેલા 108 નું ઉપનામ ધરાવતા ધારાસભ્ય અભેસિંગભાઈ તડવીની ભવ્ય જીત થઈ હતી જીતની ઉજવણી સાથે જ અભેસિંગભાઈ તડવી એ જણાવ્યું હતું કે 139 સંખેડા વિધાનસભાની જીત મારી જીત નથી આ મારા વ્હાલા મતદારોની જીત છે ભાજપના પાયાના કાર્યકરો ની જીત છે આ જીત ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની જીત છે તેમ જણાવ્યું હતું
       પાછલા પચાસ પચાસ વર્ષથી જે વિધાનસભાની સીટ ઉપર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો તે છોટાઉદેપુર વિધાનસભાની સીટ ઉપર પણ ભુપેન્દ્ર અને નરેન્દ્રની ડબલ એન્જિનની સરકાર નો જાદુ ચાલી જતા તે સીટ પણ ભાજપે કબજે કરી ભગવો લહેરાવ્યો હતો જ્યારે ગત વિધાનસભામાં પાવી જેતપુર સીટ ઉપર ભાજપના ઉમેદવાર હાર્યા હતા તે જયંતીભાઈ રાઠવા ની 2022 માં પણ ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી હતી અને તેઓની પસંદગી પણ ભાજપને સાર્થક નિવડી હતી અને 138 પાવી જેતપુર વિધાનસભા  સીટ ઉપર પણ જયંતિ રાઠવાનો ભવ્ય વિજય થયો હતો ત્યારે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ની પણ પાવીજેતપુર બેઠક પરથી હાર થઈ હતી ખૂબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છોટાઉદેપુર જિલ્લાની ત્રણે-ત્રણ વિધાનસભામાં જીતેલા ઉમેદવારોને વધાવી લીધા હતા અને કાર્યકરોએ ઢોલ નગારા સાથે ખુશી વ્યક્ત કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221206-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *