ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા
પોલીસને માર્ગદર્શન આપેલ.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી. બી. દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ આજ રોજ તા.૧૦/૦૯/૨૦૨૨ ના રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ખાંભા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૦૪૨/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(એ), ૧૧૬બી મુજબના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને રાજુલા બસ સ્ટેન્ડ ખાતે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી
આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ
રામભાઇ હમીરભાઇ ચુડાસમા, ઉ.વ.૨૧, રહે.ભડીયાદર, તા.ઉના, જિ.ગીરસોમનાથ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી.બી.દેસાઇ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી
Attachments area


