Gujarat

ગઈકાલે સાવરકુંડલા માર્કેટયાર્ડ ખાતે ચણાની બંપર આવકની સરખામણીમાં આજે  કુલ ચણાની આવક ૮૫૦૦ મણ

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ગઈકાલે સાવરકુંડલા માર્કેટયાર્ડ ખાતે ચણાની બંપર આવકની સરખામણીમાં આજે  કુલ ચણાની આવક ૮૫૦૦ મણ. લઘુત્તમ ભાવ ૮૪૫ અને મહત્તમ ભાવ ૯૩૦ વેચાણ થયું. આજરોજ માર્કેટ યાર્ડમાં સંભવિત કમોસમી માવઠાની અને પવનની ગતિને લક્ષમાં રાખીને ખેડૂતોને સચેત રહેવા પોતાની જણસને તાડપત્રીથી ઢાંકી અને જ્યાંસુધી વેચાણ ન થાય પોતાના વાહનમા રાખવી એ સંદર્ભમાં પણ સૂચના આપવામાં આવી હતી. જો કે આ લખાય છે ત્યાં સુધી હજુ વરસાદ નથી થયો એ ખેડૂતો માટે ખુશીની વાત ગણાય. પરંતુ પવનની ગતિને કારણે આંબા પર રહેલી કેરીને નુકસાન તો થાય એ ચિંતાનો વિષય ગણાય.
———————————————————————
આજરોજ સાવરકુંડલા શહેરમાં આવેલ માર્કેટ યાર્ડમાં ચણાની ૮૫૦૦ મણની  આવક જોવા મળેલ . ચણાનાં લઘુતમ ભાવ ૮૪૫ અને મહત્તમ ભાવ ૯૩૦ રહ્યાં હતાં. આમ ચણાની  આવક ગઈકાલ કરતાં ઓછી થયેલી જોવા મળી હતી. આ ઉપરાંત કપાસ ૧૨૫૦ મણ ઘઉં ટુકડા અને લોકવન બંને થઈને ૯૦૦ મણ આવકમાં હતી જ્યારે શીંગ મોટી ૧૨૦૦ મણ આવક થયેલી.. જ્યારે સોથી ઓછી આવક અડદ માત્ર ૨ મણ અને જુવાર, મકાઈ અને મેથી ૫ મણ જેવી વેચાણ માટે આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *