દાહોદ
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ખેતરમાં એક ૨૩ વર્ષીય યુવક મકાઈના દોડા તોડવા ગયો હતો.તે વેળાએ જ તેની પર વીજળી પડતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ગુજરાતમાં ચોમાસુ છેલ્લા તબબકામાં ચાલી રહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસ દરમિયાન વરસાદી માહોલ બાદ ઉઘાડ નીકળતા સોં કોઈએ રાહત લીધી હતી. જાેકે પુનઃ વરસાદી માહોલ જામતાં દાહોદ જિલ્લામાં કાળા ડીબાંગ વાદળોએ જમાવટ કરી છે. સવારે વીજળીના કડાકા સાથે દાહોદ શહેર સહિત જિલ્લામા વરસાદ શરુ થયો હતો.ત્યારબાદ આખોયે દિવસ વાદળછાયા વાતાવરણ યથાવત રહ્યુ હતુ. ત્યારે આજરોજ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના બારાના કુવા ફળીયાના રહેવાસી નરેશભાઈ રમેશભાઈ ભાભોર સવારના ખેતરમાં મકાઈના દોડા લેવા ગયા હતા. તે સમયે તેમના પર એકાએક આકાશી વીજળી પડી હતી.જેથી તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ બનાવના પગલે નરેશભાઈ ભાભોર ના પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. બનાવની ગરબાડા પોલીસને કરતા ગરબાડા પોલીસે મૃતકના મૃતદેહનો કબ્જાે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સી.આર.પી.સી ૧૭૪ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

