Gujarat

ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના ૧૪૭૧ સ્પર્ધકો દોટ મુકશે

૩૭મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.૧ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ યોજાશે. જેમાં રાજ્યભરના ૧૪૭૧ જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે.

        રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સયુંક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનો સાસંકૃતિક મંચ, મહંત શ્રી મંગલનાથજીના આશ્રમ પાસે, ગિરનાર તળેટી, ભવનાથ ખાતેથી તા.૧લી જાન્યુઆરીના રોજ સવારે ૬-૪૫ કલાકે મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર ફ્લોગ ઓફ કરી પ્રારંભ કરાવશે. સ્પાર્ધા પૂર્ણ થયા બાદ મહંત મંગલનાથજી આશ્રમ ખાતે બપોરે ૧૨ કલાકે ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે.

        ૩૭મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન દિનેશભાઈ ખટારિયા, સાસંદશ્રી રાજેશભાઈ ચુડાસમા, સાસંદ શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી રચિત રાજ, જૂનાગઢ મહાનગરપાલિકા કમિશ્નર શ્રી રાજેશ તન્ના, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

        આ વર્ષે ગિરનાર સ્પર્ધામાં ૧૪૭૧ સ્પર્ધકો નોંધાયા છે. જૂનાગઢમાંથી ૫૬૫, ગીર સોમનાથ ૫૩૭, ભાવનગર ૧૨૨, અમરેલી ૮૭, રાજકોટ ૪૭, જામનગર ૨૧, પોરબંદર ૧૭, દ્વારકા ૧૯, સુરેન્દ્રનગર ૧૨, સુરત ૧૧, ગાંધીનગર ૯, મહેસાણા ૮, દાહોદ ૪, વલસાડ ૩, કચ્છ ૩, અમદાવાદ ૨, બોટાદ, મોરબી, નવસારી, બનાસકાંઠામાંથી ૧-૧  કુલ ૧૪૭૧ જેટલા સ્પર્ધકો ભાગ લેનાર છે. જેમાં સિનિયર ભાઈઓ ૫૪૭, જુનિયર ભાઈઓ ૪૯૮, સિનિયર બહેનો ૨૩૪, જુનિયર બહેનો ૧૯૨  વિભાગ વાઈઝ ભાગ લેનાર છે. રાજ્યકક્ષાની આ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને લઈને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *