ગાંધીધામ
અંજાર પોલીસ મથકે સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળેલી વિગતો મુજબ, આ ઘટના ત્રણેક માસ પહેલાં બની હતી જેમાં તેમની ૧૪ વર્ષની પુત્રીને રામજી બાવલા કોલી બાવળની ઝાડીઓમાં લઇ ગયો હતો અને માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી કીશોરીની મરજી વિરુધ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ડરી ગયેલી કીશોરી કંઇ બોલી ન હતી પરંતુ સમય જતાં ગર્ભ રહેતા આ આખો મામલો બહાર આવ્યો હતો. આ કૃત્યને અંજામ આપનાર વિરુધ્ધ ભોગ બનનાર સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે અંજાર પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પૂર્વ કચ્છમાં ગત થોડા દિવસોમાં જ દુષ્કર્મની એક બાદ એક ચોપડે ચડતી ફરિયાદો ચિંતાનો સબબ બન્યો છે. સમાજ માટે લાલબત્તી સમાન આ ઘટનાઓ પર અંકુશ આવે તે જરૂરી બન્યું છે.અંજાર તાલુકાના ખોખરા પાસે હવસખોરે ૧૪ વર્ષની સગીરાને બાવળની ઝાડીઓમાં લઇ જઇ માતા પીતાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યા બાદ આ કીશોરી ગર્ભવતી બનતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો અને આખરે આ ઘટના બહાર આવી હતી અને ભોગ બનનાર સગીરાની માતાએ અંજાર પોલીસ મથકે આ કૃત્ય આચરનાર વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.


