ગાંધીનગર
ગાંધીનગરની મહાનગરપાલિકામાં સફાઈના મામલે છેલ્લા ત્રણ મહિનાથી કોકડું ગુંચવાયેલું છે. આઉટ સોર્સીંગ એજન્સી મારફત સફાઈ કરાવવામાં આવે છે પરંતુ કોર્પોરેશન દ્વારા આ સફાઈ કામદારોને સ્માર્ટ વોચ આપવામાં આવી હતી. સ્માર્ટ વોચથી હાજરી પુરાવાના કારણે આઉટ સોર્સીંગના સફાઈ કામદારોનો પગાર એજન્સી દ્વારા કાપી લેવામાં આવતો હતો. જેને લઈ આ કામદારો હડતાલ ઉપર છે. જેનું નિરાકરણ હજુ આવ્યું નથી. જેનાં કારણે આજે આઉટ સોર્સથી કામ કરતા ૪૦૦ જેટલા સફાઈ કામદારો પૈકીના પુરુષ કામદારો દ્વારા અર્ધ નગ્ન થઈને વિરોધ કરવા મનપા કચેરી બહાર ધરણા પર બેસી ગયા છે.ગાંધીનગરમાં આજે સફાઈ કામદારોએ પડતર માંગણીઓને લઈ અર્ધ નગ્ન થઈને મ્યુનિસિપલ કચેરી ખાતે ધરણા પર બેસી ગયા છે. અત્યાર સુધીમાં અનેક વખત રજુઆત કરવા છતાં આજદિન સુધી પડતર માંગણીઓ નહીં સ્વીકારવામાં આવતા આજે સફાઈ કામદારોએ અનોખી રીતે વિરોધ નોંધાવી અર્ધ નગ્ન અવસ્થામાં ધરણાં પર બેસી ગયા છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં સફાઈનું કામ સંભાળતી એજન્સી દ્વારા સફાઈ કામદારોનો સમયસર યોગ્ય પગાર નહીં ચુકવવામાં આવતા છેલ્લા ત્રણ મહિનાથી આ કામદારો વિરોધ નોંધાવી રહ્યા છે. આઉટ સોર્સીંગ એજન્સી મારફત સફાઈ કરાવવામાં આવે છે પરંતુ કોર્પોરેશન દ્વારા આ સફાઈ કામદારોને સ્માર્ટ વોચ આપવામાં આવી હતી. સ્માર્ટ વોચથી હાજરી પુરાવાના કારણે આઉટ સોર્સીંગના સફાઈ કામદારોનો પગાર એજન્સી દ્વારા કાપી લેવામાં આવતો હતો. જેને લઈ આ કામદારો હડતાલ ઉપર છે. કામદારોએ અનેક વખત રજૂઆત કરી છે જાેકે, તેમની રજૂઆતો કોર્પોરેશન કે એજન્સી દ્વારા સાંભળવામાં આવતી નથી. જેને લઈ તા.૨૮ ડીસેમ્બરથી આ કર્મચારીઓ હડતાલ ઉપર છે. ત્યારે કોર્પોરેશનની કચેરીએ તેમણે અચોકકસ મુદ્દતના ઉપવાસ આંદોલન પણ શરૂ કર્યા હતા. પરંતુ તેમાં પણ કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવતાં તા. ૧૭ મી જાન્યુઆરીથી દરરોજ દસથી વધુ સફાઈ કામદારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. બીજી તરફ મહાનગરપાલિકામાં સ્માર્ટ વોચથી પગાર કપાવાના મુદ્દે આઉટ સોર્સીંગના કર્મચારીઓ વિરોધ નોંધાવીને હડતાલ ઉપર છે. ત્યારે કાયમી સફાઈ કામદારોને પણ સ્માર્ટ વોચ આપવાની હિલચાલ શરૂ થતાં આ સફાઈ કામદારોએ તેનો વિરોધ નોંધાવ્યો છે અને સ્માર્ટ વોચથી તેમને આર્થિક નુકસાન થશે તેવી ભીતિ પણ વ્યકત કરાઈ છે. આ મામલે મ્યુનિ.કમિશ્નર તેમજ મેયરને રજૂઆત કરવામાં આવી હતી.
