ગિરગઢડા
ભરત ગંગદેવ.
ફાટસર પ્રાથમિક શાળા દ્વારા આજ રોજ બાલમેળો અને આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું.જેમાં શાળા ના બાળકો જુદી જુદી પ્રવૃત્તિ માં જોડાયા.આનંદ મેળા અંતર્ગત બાળકો એ 15 ખાણી પીણી ના સ્ટોલ ઉભા કર્યા હતા.જેમાં ખાણી પીણી ની 20 જેટલી આઈટમ બનાવવામાં આવેલ.બધા બાળકો એ ફૂલ 2500 રૂપિયા નું રોકાણ કરેલ હતું જેની સામે કુલ 6000 રૂપિયા નો વેપાર કરેલ. બાળકો ને આનંદ મેળા ની સાથે સાથે વસ્તુ ની ખરીદ કિંમત,વેચાણકીમત ,નફો ,નુકશાન જેવા ઘણા મુદ્દા સરળતાથી સમજી શકાય.4 થી 5 ના ગ્રુપ માં બાળકોનું જૂથ હોવાથી સમુહભાવના જેવા ગુણ સરળતાથી સમજાવી શકાય.આ તકે બાળકો ના વાલી ઓએ પણ હાજરી આપી તેમને પ્રોત્સાહન પૂરું પાડેલ.શાળા પરિવાર અને એસ.એમ.સી ફાટસર ભાગ લેનાર તમામ બાળકોને અભિનંદન પાઠવે છે.


