સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ફૂટવેર એસોશિયેશન દ્વારા આજે તારીખ ૪ ડિસેમ્બરનાં રોજ સરકારે પગરખાં ઉપર બાર ટકા જીએસટી લાગુ કરતાં તેનો વિરોધ વ્યક્ત કરવા પોતાના ફૂટવેરની દુકાનો આજે બંધ રાખીને પોતાની વ્યાજબી માંગણી અંગે સાવરકુંડલા મામલતદાર સાહેબ તથા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળાને યોગ્ય કરવા માટે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. આજે ફૂટવેર ધંધાર્થીએ ધંધારોજગાર બંધ રાખીને સજ્જડ બંધ પાળ્યો.
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આજે સરકારે ફૂટવેર એટલે કે પગરખાં ઉપર જીએસટીમાં ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરતાં સાવરકુંડલા શહેરનાં ફૂટવેરના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ સરકારની આ નીતિ સામે વિરોધ વ્યક્ત કરવા માટે સાવરકુંડલા ફૂટવેર એસોસીએશન દ્વારા એક દિવસ દુકાન બંધ રાખીને સાવરકુંડલા મામલતદાર સાહેબ તથા અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળાને આ અંગે રજૂઆત કરી એક આવેદનપત્ર આપેલ. આમ પણ પગરખાં એ દરેક વ્યક્તિ માટે આવશ્યક જરૂરિયાતની પ્રોડક્ટ ગણાય છે. સાવરકુંડલા ફૂટવેર એસોશિયેશનનાં જણાવ્યાં મુજબ એક તો ફૂટવેર સંબંધિત કાચો માલ ભાવ વધારાને કારણે અગાઉથી જ મોંઘો થયો છે. એમાં આ પગરખાંમાં સીધો પાંચથી બાર ટકા એટલે કે સીધો સાત ટકાનો ભાવ વધારો ખેતમજૂર સામાન્ય માણસ માટે અસહ્ય જ ગણાય. પરિણામસ્વરૂપે ફૂટવેરનું વેચાણ ઘટશે અને અનેક ફૂટવેરના વેપારીઓને આ ધંધો બંધ કરવાની નોબત પણ આવી શકે છે. વળી પગરખાં બનાવનાર કારીગરો પણ ફૂટવેરનું ઉત્પાદન અને વેચાણ ઘટવાથી પેટિયું રળતાં આ કારીગરો બેરોજગારીની ઘોર ગર્તામાં ધકેલાઈ જશે. સરવાળે એની સીધી અસર દેશના આર્થિક વિકાસ પર પણ પડી શકે છે. તો આ સંદર્ભે જેવીરીતે ગારમેન્ટસ ઉદ્યોગને જીએસટી દર યથાવત રાખ્યો તેવીજ રીતે સરકારશ્રી આ ફૂટવેર સાથે સંકળાયેલા વ્યવસાયધારકોની આ વ્યાજબી માંગણીને લક્ષમાં લઈને ફૂટવેર દર પાંચ ટકા જ રાખે તેવી ફૂટવેર એસોસીએશનની માંગ છે.


