કાજલી એ.પી.એમ.સી.ખાતે ૨૬મી ફેબ્રઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે : લાભાર્થીઓને હાથો હાથ યોજનાકીય લાભોનુ વિતરણ કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે
ગિરગઢડા તા 23
ભરત ગંગદેવ…
ગીર સોમનાથ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળા-૨૦૨૨ની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન મુજબ એ.પી.એમ.સી-કાજલી ખાતે પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં સંબંધિત અધિકારીઓને ગરીબ કલ્યાણ મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા.
મહત્વનુ છે કે, ગીર સોમનાથ જિલ્લામાં યોજનાકીય સાધન–સહાય, રોગગારલક્ષી કીટ, રોકડ સહાય સહિતાના લાભોનુ વિતરણ કરવા માટે એ.પી.એમ.સી. કાજલી ખાતે તા.૨૬-૦૨-૨૦૨૨ ના રોજ ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં અમરેલી સ્થિતથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.
પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયાએ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને માટે વાહન વ્યવહાર, બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓને મળનાર કીટ, મંચ, પેટા સ્ટેજ, સફાઈ, પાણી લાભાર્થીઓને યાદીની વગેરે બાબતોની વિસ્તૃત સમીક્ષા કરી હતી. સાથે જ કોવિડ-૧૯ માર્ગદર્શિકા મુજબ લાભાર્થીઓ માસ્ક અચૂક પહેરે તેની તકેદારી લેવા માટે જવાબદારી અધિકરીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણાએ પણ ગરીબ કલ્યાણ મેળા આયોજન સંદર્ભે જરૂરી વ્યવસ્થાઓ-કાળજી રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાઓનો લાભ જરૂરિયાતમંદોને હાથો હાથ આપવા માટે આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. વાઘેલા, જિલ્લાના મામલતદાર ઓ, તાલુકા વિકાસ અધિકારી સહિત સબંધિત વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા


