ગિરગઢડા
ભરત ગંગદેવ…
વેરાવળ ડારી ટોલ નાકા પહેલા સંપ્રાંત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના નામની સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી મંદબુદ્ધિ, દિવ્યાંગો તેમજ નિઃસહાય અનાથ બાળકોની સાળ સંભાળ રાખતી સંસ્થા હાલ 30 થી વધુ બાળકો ને બે ટાઈમ જમવાનું, નાસ્તો ચા પાણી તેમજ જીવન જરૃરી વસ્તુ પૂરી પાડે છે આ સંસ્થામાં સમાજના અનેક લોકો પોતાની ઈચ્છા અનુસાર અનુદાન તેમજ જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે આ સંસ્થા ડારી ટોલનાકાથી સંસ્થાના નવા સંકુલ સંપ્રાત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
(દિવ્યાંગો માટે કામ કરતિ સંસ્થા)
જાગનાથ સોસાયટી, સાંઈબાબા મંદિર પાછળ,
જુનિ આઈ. ટી આઈ, નિ બાજુમાં, ધરતિ ગેસ ના ગોડાઉન પાસે વેરાવળ ગીર સોમનાથ. નવા સ્થળે પ્રસ્થાન કરેલ છે સાથે અનાથ બાળકો ના ગૃહ પ્રવેશ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું જેના મુખ્ય અતિથિ તરીકે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ, આર, મોરીયા, સંસ્થા ના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પરમાર, તથા રાજુભાઈ કાનાબાર, હીતેશભાઈ છગ, અનિષ રાચ્છ (સોશ્યલ એકટીવિસ્ટ) ભાગવનદાસ ગોપલણી, તેમજ સંસ્થા નિ જુનાગઢ શાખા ના 40 બળોકો સાથે સંચાલક શ્રી રાજુભાઈ ગાંધી એ ખાસ હાજરી આપી હતી..
સંસ્થા માં બાળકો માટે જરૂરી ચિજ વસ્તુઓ આપવા તથા આપના પરીવારજનો ના જન્મ દીવસ, લગ્નવર્ષગાંઠ, કે સ્વજનો ને શ્રધાંજલિ રૂપી તિથી ઉજવા બાળકો ને જમણવાર, નાસ્તો કરવા અગાઉ થી સંસ્થા ના પ્રમુખ મહેન્દ્રભાઈ જે. પરમાર
મોબાઇલ નંબર 9913236691 અથવા 9913236697
પર સંપર્ક કરશો જેથી આગાઉ થી આયોજન કરવામાં સરળતા રહે તેવું સોશ્યલ એકટીવિસ્ટ અનિષ રાચ્છ વેરાવળ નિ યાદી માં જણાવ્યું છે.


