ગીરગઢડાના ધોકડવા ગામના ઉપસરપંચ તેમજ સભ્યોએ નદીના સામા કાંઠા વિસ્તારમાં સર્વે નં. 251 ની જમીન પર પેશકદમી કરાયાની દોલુભાઈ ખસીયાએ તાલુકા વિ.અધિકારી ગીરગઢડાને લેખિત રજૂઆત કરી પેશકદમી દુર કરવા અને સત્તાનો દુર ઉપયોગ કરવા બદલ પંચાયત અધિનિયમ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
આ અંગે રજુઆત મુજબ ધોકડવામાં ચુંટાયેલા સભ્યો તેમજ ઉપસરપંચ દ્વારા ધોકડવા ગામની રાવલ નદીના સામે કાંઠે આવેલું નવા ગામ તળ સર્વે નં. 251 માં અને મોતીસર રોડ ઉપર આવેલા ગોચર સર્વે નં. 251 માં બિનકાયદેસર પેશકદમી કરેલ હોય તેમજ ઉપસરપંચ કાન્તીભાઈ માળવી દ્વારા નદિના સામે કાંઠે નવા ગામ તળ સર્વે નં. 251 માં પોતાનુ મકાન બનાવી લીધેલ હોય અને પોતાની જમીનમાં બેડીયા રોડ પર આવેલ વાડી વિસ્તારનો રસ્તો પોતાની જમીનમાં ભેળવી ગે.કા. દબાણ કરેલ છે. તેમજ પંચાયતના સભ્ય સવજીભાઈ ચુડાસમાએ મોતીસર રોડ પર આવેલ સર્વે નં. 251 માં મકાન અને 10-૧૨ વિધામાં આંબા કલમો વાવી દીધેલ છે. આમ પંચાયત અધિનિયમ 1993 ની જોગવાઈ મુજબ ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નવા ગામ તળ કે ગૌચરની ગામ તળની પડતર જમીન પર ગે.કા. રીતે દબાણ કરેલ હોય 55 મુજબ સત્તાનો દુરઉપયોગ કરી અને પોતાની ફરજમાં બેદરકારી સામે ગે.કા. દબાણ કરનાર સામે પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57/1/ હેઠળ કરવામાં આવેલ જોગવાઈ મુજબ અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજઆત કરી માંગ કરેલ.
