Gujarat

ગીર-સોમનાથ જિલ્લાની સહકારી મંડળીઓના ઓડિટ માટે રેકર્ડ રજૂ કરવાની અંતિમ તક  

 ગિરગઢડા
   ભરત ગંગદેવ.
 ગીર સોમનાથ જિલ્લામાં સહકારી કાયદા અન્વયે નોંધાયેલી સહકારી મંડળીઓ (દૂધ સહકારી મંડળીઓ સિવાય), કે જેના વૈધાનિક ઓડીટ તા.૩૧-૦૩-૨૦૧૮ પહેલાથી બાકી હોય, એવી સહકારી મંડળીઓના હોદ્દેદારો (લાગતા વળગતા હક્ક/ હિત ધરાવતા વ્યક્તિઓ/ સંસ્થાઓ સહિત) તમામને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ ની કલમ-૮૪ મુજબ આપની સંસ્થાઓના ઓડીટ માટે કચેરીના ઓડીટરો/સ્ટાફ દ્વારા પૂરતા પ્રયત્નો કરવા છતાં, આ ઓડીટરો સમક્ષ મંડળીના ઓડીટ માટે રેકર્ડ રજુ થયેલ નથી.
ઉપરાંત તમામ મંડળીઓના હોદ્દેદારોને આ જાહેર નોટિસ પ્રસિદ્ધ થયાના દિન-૧૫ માં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, જિલ્લા સેવા સદન રૂમ નં.303 થી 308, ઈણાજ, ગીર-સોમનાથને લેખિત રજુઆત સાથે ઓડીટ માટે રેકર્ડ રજુ કરવા જણાવવામાં આવે છે. અન્યથા સમયમર્યાદા પુર્ણ થયા બાદ આ મંડળીઓને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૧૧૪ મુજબ ફડચામા લઇ જવાની કે, કલમ-૨૦ હેઠળ નોંધણી રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે.  જેની નોંધ લેવા જિલ્લા રજીસ્ટ્રારશ્રી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *