Gujarat

ગીર-સોમનાથના છાત્રોડા,સીડોકર અને ડારી ગામેવંદે ગુજરાત વિકાસ યાત્રાનું ઉમંગભેર સ્વાગત કરાયું

 ———-વિકાસ યાત્રા અંતર્ગત વ્હાલી દીકરી, મુખ્યમંત્રીમાતૃવંદના, પા..પા..પગલી સહિતની વિવિધ યોજનાના લાભાર્થીઓને અપાઈ સહાય———-ગીરસોમનાથ,
  ગિરગઢડા
  ભરત ગંગદેવ..
ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપેરાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ‘વંદેગુજરાત વિકાસ યાત્રા’નુંઆયોજન કરવામાં આવ્યું છે. જેના બીજા દિવસે છાત્રોડા,સિડોકર તેમજ ડારી ગામેવિકાસરથનું ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. આપણા દેશનીપ્રગતિ અને સંસ્કૃતિનું નેતૃત્વ હંમેશા આપણાં ગામડાઓએ જ કર્યુ છે. એટલે જ તો આજેદેશ પોતાની દરેક નીતિ અને દરેક પ્રયાસના કેન્દ્રમાં ગામડાઓને જ રાખીને ચાલે છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આ વાક્ય સાર્થક કરતા ગ્રામજનોએ વિકાસરથ અંતર્ગતગુજરાતના વિકાસની ૨૦ વર્ષની અમૂલ્ય સફરને નિહાળી હતી અને વહીવટીતંત્ર દ્વારા અલગઅલગ યોજનાઓ વિશેની માહિતી પણ મેળવી હતી. ઉપરોક્તતમામ ગામમાં જનપ્રતિનિધિઓ તેમજ અધિકારીઓની હાજરીમાં વિકાસ રથ યાત્રાની સાથે જ રોપાવિતરણ, સરકારની જુદી-જુદી યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ, પૂર્વમંજૂરીના ઓર્ડર,કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય તેમજ ખેતીવાડી અને ઘરેલુ વીજજોડાણ યોજના હેઠળપ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત ગ્રામજનોને ગુજરાતની ગૌરવવંતીવિકાસગાથાથી વાકેફ કરાયા હતાં.વિસ્તરણઅધિકારી એન.એન.વાળાએ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપી તેમજ ઓનલાઈન અને ઓફલાઈનઅરજી કરવા અંગે સમજ આપી હતી. જ્યારે ડો.શીતલ રામ અને ડો.ચીરાગ પરમારે આરોગ્યલક્ષીયોજનાઓ તેમજ પીએમજેએવાય કાર્ડ અંગેની માહિતી ઉપસ્થિત લોકો સુધી પહોંચાડી હતી તેમજવેક્સિનેશન કેમ્પમાં લોકોને વેક્સીનેશન કરાવવા અનુરોધ કરાયો હતો. સમગ્ર કાર્યક્રમનુંસંચાલન શ્રી એસ.એમ.રાવે કર્યું હતું.

IMG-20220706-WA0771.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *