Gujarat

ગીરગઢડાના જરગલી ગામમાં સિંહ પરીવારના ધામા ૧ વાછરડીનું મારણ કર્યુ..

ઊના – ગીરગઢડાના જરગલી ગામમાં વન્યપ્રાણીને નજીકના ગામમાં સહેલાઇથી શિકાર મળી રહેતો હોવાના કારણે અવાર નવાર ગામમાં ઘુસી પશુઓના મારણ કરી મિજબાની કરતા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે જરગલી ગામના પાદરમાં છેલ્લા પાંચ દિવસથી સિંહ પરીવારો પહોચી જઇ મુંગા પશુઓ પર હુમલો કરી મારણની મિજબાની માણી ચાલ્યા જતાં હોય ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ છે. ગામમાં આવેલ સ્વામીમંદિર નજીક પાંચ દિવસ પહેલા સિંહણ આવી પહોચતા ભારે અફડા તફડી મચી જવા પામેલ હતી. ત્યા ગત રાત્રીના ફરી એજ સ્થળે સિંહ યુગલ ગામના પાદરમાં રહેણાંક મકાન સુધી પહોચી જતાં ગામમાં રખડતા પશુઓમાં ભારે અફડા તફડી મચી ગયેલ અને બે પશુ પર હુમલો કરતા વાછરડીનુ મારણ કરી મિજબાની માણી હતી. અને વાછરડા પર હુમલો કરી ઇજા પોહચાડી હતી. આમ અવાર નવાર ગામમાં સિંહ પરીવાર આવતા હોવાથી લોકોમાં ભય ફેલાયેલ છે. અગાઉ પણ અનેકવાર વન્યપ્રાણીઓ આવીને માલઢોરને નિશાન બનાવી લેતા હોય અને મારણ કરી મિજબાની માણતા હોવાના ઘટના સામાન્ય બની ગઇ હોય વનવિભાગ દ્રારા આ વન્યપ્રાણીઓને દૂર ખસેડવા ગામ લોકોની માંગણી ઉઠવા પામેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *