ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી અંતર્ગત આયોજિત કલા ઉત્સવની રાજ્ય અને જીલ્લા કક્ષાની મહાકુંભ સ્પર્ધામાં ગીરગઢડા અભિનવ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાનાં કલા ઉત્સવમાં ધો .૯ માં અભ્યાસ કરતી ભેડા હેતલબહેને કાવ્ય ગાન તેમજ જોખિયા સુનેરાબેન અયુબભાઈ ધો.૧૧ એ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં પણ અભિનવ વિદ્યા મંદિરની બહેનોએ શાનદાર પ્રદર્શન કરેલ હતું.. સમૂહ ગીત સ્પર્ધામાં ગોહિલ આનંદીબેન, ભેડા સેજલબેન, મકવાણા હેમાનીબેન, ગોહિલ પુનમબેન તેમજ ભેડા હેતલબહેને લઇ અને સૂરાવલીમાં સમૂહ ગીત રજૂ કરેલ હતું. રાસ સ્પર્ધામાં વાઘેલા કોમલબેન બાંભણિયા જાહ્મવીબેન, મજીઠીયા હિરલબેન, જાદવ ક્રિશ્ના બેન, ભાલીયા તુલસીબેન, ડાભી મિતલબેન, પીઠવા ક્રિષ્નાબેન, આયા મિનલબેન રાઠોડ નમ્રતાબેન, જોળિયા નીતાબેન, લખાણી જાહ્નવીબેન તેમજ મેર પાયલ બહેને સૂર,લય અને તાલનાં સથવારે રાસ રજૂ કરેલો. જેમાં સાજીંદાઓ તરીકે ઝાલા પ્રિન્સભાઈ,જોષી કવન ભાઈ તેમજ ગાયન માં ડાભી ઈશાબેન અને ભેડા હેતલબહેને વાતાવરણ સંગીતમય અને સૂરમય બનાવ્યું.
આ તમામ વિદ્યાર્થીઓને સાથે ઉત્તમ માર્ગદર્શક તરીકે શ્રી રઘુભાઈ બારડ, શ્રી સુનિતાબહેન પંડ્યા અને શ્રી ધનંજયભાઈ ભટ્ટ રહ્યા. વિદ્યાથીઓની આ સિદ્ધિ બદલ યુવક મંડળ વતી મા. પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ અને અભિનવ વિદ્યા મંદિર શાળા પરિવાર વતી રત્નેશભાઈ જોષી એ તમામ સ્પર્ધકો અને ગુરૂજનોને ભવિષ્યમાં પણ સતત ઉત્કૃષ્ઠ દેખાવ કરતા રહે તે માટે શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા છે…


