જામનગર તા. ૦૭ ફેબ્રુઆરી,રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના એક્ઝીક્યુટિવ ચેરમેન અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ન્યાયમૂર્તિ શ્રી યુ.યુ. લલિતના માર્ગદર્શન તથા દિશા સૂચન હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મફત અને સક્ષમ રીતે વિવિધ કાનૂની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જે પૈકી પક્ષકારોને અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા તો તેઓ પર કેસ થયેલ હોય અને બચાવ માટે જરૂર હોય તો કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમની કલમ-૧૨ હેઠળ આવતા તમામ વ્યક્તિઓને મફત લીગલ એઇડ એડવોકેટની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. આ માટે તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિઓ આવા લીગલ એડવોકેટની પેનલ નિભાવતી હોય છે અને આ પેનલ એડવોકેટની કાર્યક્ષમતામાં વધારો થાય તે હેતુથી અવારનવાર તાલીમ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.
હાલમાં કોવિડ કેસોનો વધુ પ્રમાણમાં ફેલાવો થયેલ હોય ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલ કાનૂની સેવા સત્તા મંડળ અને સમિતિઓ સાથે જોડાયેલા લીગલ એઇડ એડવોકેટો માટે ઓનલાઇન વેબિનારનું તા.૦૫ ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં સમગ્ર રાજ્યમાંથી ૧૬૫ પેનલ એડવોકેટસ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો. વેબિનારમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રન ઇન ચીફ શ્રી અરવિંદકુમાર તથા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના એક્ઝીક્યુટિવ ચેરમેન શ્રી આર.એમ છાયા ઉપસ્થિત રહ્યા હતા.
વેબિનારમાં બંને ન્યાયમૂર્તિશ્રીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ તેમજ ગુજરાત હાઈકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી જે.એમ પંચાલ દ્વારા સેશન્સ ટ્રાયલ ચલાવતી વખતે ધ્યાનમાં રાખવા જરૂરી હોય તેવી બારીકાઈઓ વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી, તેઓએ વેબિનારમા રિસોર્સ પર્સન તરીકે સેવા આપેલી હતી. જેમની સેવાને ન્યાયમૂર્તિશ્રીઓ દ્વારા બિરદાવવામાં આવેલ હતી તેમ સચિવશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦સમાચાર યાદી: ૭૫
કલા મહાકુંભ-૨૦૨૧-૨૨ જામનગર શહેરની ઝોન કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ
જામનગર તા. ૦૭ ફેબ્રુઆરી,ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જીલ્લા યુવા વિકાસ અધિકારી,જીલ્લા રમત ગમત અધિકારીની કચેરીજામનગર સંચાલિત કલા મહાકુંભ-૨૦૨૧-૨૨ની જામનગર શહેરની ઝોનકક્ષાની ૧ થી ૬ ઝોનની ગરબા, રાસ, લોકનૃત્ય, સમૂહગીત, ચિત્રકલા, વકતૃત્વ, નિબંધ, એકપાત્રીય અભિનય, શાસ્ત્રીય ભરત નાટ્યમની ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ,૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ ઉપરની વયજૂથના કલાકારોની સ્પર્ધા તા.૦૪/૦૨/૨૦૨૨ અને ૦૫/૦૨/૨૦૨૨ દરમ્યાન સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ,જામનગર ખાતે સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ યોજવામાં આવેલ હતી.જેમાં જામનગરની શાળાઓ/કોલેજો તેમજ ઓપન વયજૂથના કલાકારોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના ઝોન કક્ષાના વિજેતા શહેરકક્ષાએ ભાગ લેશે.આ સ્પર્ધામાં જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળા,સજુબા હાઈસ્કૂલના આચાર્યશ્રી બીનાબેન દવે,પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી ભગીરથસિંહ જાડેજા,ભરતભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
દિવ્યા ત્રિવેદી૦૦૦૦૦૦
