Gujarat

સખી વન સ્ટોપ છોટાઉદેપુર કેન્દ્ર દ્વારા પરિવારથી વિખૂટી પડેલી એક મહિલાનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવી પુનઃ સ્થાપન કરાવ્યું છે.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ઘરેલુ હિંસા,શારીરિક હિંસા,જાતીય હિંસા,માનસિક હિંસા,એસિડ એટેક,મહિલાઓના અનૈતિક વ્યાપાર કે અન્ય કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાઓને એકજ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ પુરી મહિલાનો સર્વાંગી ઉત્કર્ષ કરવાના ઉદ્દેશ્યથી રાજ્યના દરેક જિલ્લાના મુખ્ય મથક ઉપર ઓગષ્ટ 2016 થી વન સ્ટોપ સેન્ટર યોજના અમલમાં મૂકી છે જે અંતર્ગત કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર 24*7 અને 365 દિવસ ચાલુ રહે છે,જ્યાં પીડિત અથવા જરૂરિયાત મંદ મહિલાને એકજ છત્ર હેઠળ તેને જરૂરી તમામ સુવિધાઓ જેવીકે તબીબી સારવાર,કાયદાકીય માર્ગદર્શન અને સહાય,પોલીસ સહાય ઉપરાંત મનોવૈજ્ઞાનિક પરામર્શ ની સાથે ભોગ બનનાર મહિલા પાસે રહેવાની સુવિધા ન હોય તો હંગામી ધોરણે તેને રહેવા જમવા સહિતની નિઃ શુલ્ક સુવિધા પણ આપવામાં આવે છે, ત્યારે છોટાઉદેપુર સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા નવસારીથી કોઈક કારણોસર ઘરેથી નિકલ્યા બાદ છોટાઉદેપુર આવી પહોંચેલી એક પરિણીત મહિલા એસટી ડેપો પાસે બેભાન અવસ્થામાં હોવાની જાણ કોઈ નાગરિકે 108 મા કરતા તેને 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સખી વન સ્ટોપ કેન્દ્રની બહેનો દ્વારા મહિલાનું કાઉનસિલિંગ કરતા પોતે નવસારી ની હોવાનું અને પોતાના પરિવાર નું સરનામું આપતા સખી વન સ્ટોપ દ્વારા તેના પરિવારનો સંપર્ક કરી જાણ કરતા મહિલાના પતિ અને પિતા આવી પહોંચ્યા હતા અને મહિલાનું પોતાના પરિવાર સાથે સુખદ મિલન થયું હતું,છોટાઉદેપુર સખી વન સ્ટોપ નું આ 101 મો કેસ હતો જેમાં ભોગબનાર મહિલાઓને તેમણે સફળ અને સુખદ પુનઃ સ્થાપન કરાવ્યું છે.
ત્યારે સખી વન સ્ટોપની મહિલા સશક્તિકરણ ની સાથે મહિલા ઉત્કર્ષ માટેની આ યોજનામાં જાહેર સ્થળ કે કુટુંબ સ્થળ પર કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ દરેક વર્ગ જાતિ ધર્મ અને સમાજ ની મહિલાઓ ભેદભાવ વિના શિક્ષણિક લાયકાત,વૈવાહિક દરજ્જો અને ઉંમરના બાધ વિના આ સેન્ટરનો લાભ લઇ શકે છે,પોતાની પત્ની મળી આવતા ભોગ બનનાર મહિલાના પતિએ સરકાર અને સખી વન મહિલા કર્મીઓનો આભાર માન્યો હતો.

Screenshot_20220207-165734_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *