પાલનપુર
ગુજરાતમાં પરીક્ષા કૌભાંડોને લઈ સરકાર પર અનેક આક્ષેપો થાય છે. પેપર ફૂટી જવાની ઘટનાઓ પણ અગાઉ બની ચૂકી છે. ત્યારે બનાસકાંઠામાં સરકારી પરીક્ષાઓમાં પાસ કરાવી આપવાની ખાતરી આપી છેતરપિંડી કરનાર ૪ લોકો સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો હતો. જેમાં પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. દોઢ વર્ષ અગાઉ એક વ્યક્તિને શિક્ષકની નોકરીમાં પાસ કરાવવાનું કહી ૫ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ છેતરપિંડીમાં યુવક છેતરાયો હોવાનું માલુમ થતાં તેને આરોપીઓએ પાસે પૈસા પાસા માગ્યા હતા. તેને લઇ આરોપીઓએ અઢી લાખ રૂપિયા પરત આપ્યા હતા, પરંતુ બાકીના અઢી લાખ રૂપિયા પરત ન આપતા યુવકે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ૪ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ બે વ્યક્તિઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ બીજા બે વક્તિને પકડવાની તજવીજ હાથ ધરી હતી છે. આરોપીઓ તાજેતરમા આવનારી પરીક્ષા સાથે સંડોવાયેલા હોય તેવું હાલમાં પોલીસને જાણવા મળ્યું નથી. ઈસમો અન્ય ભરતી કૌભાંડમાં સામેલ છે કે નહીં તેને લઇ વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠામાં સરકારની પરીક્ષાઓમાં પાસ કરાવી આપવા બાબતે છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં દોઢ વર્ષ અગાઉ એક વ્યક્તિને શિક્ષકની નોકરીમાં પાસ કરવાનું કહી પાંચ લાખની છેતરપિંડી અચારી હતી. યુવકને છેતરપિંડી થઇ હોવાનું માલૂમ થતાં આરોપીઓ સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં એલસીબી પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


