Gujarat

ગ્રામપંચાયત કચેરીના કમ્પાઉન્ડ અને અનુસૂચિત જાતિના સ્માશન કમ્પાઉન્ડની વોલનું ખાતમુહૂર્ત કરાયું

વંથલી તાલુકાના ધંધુસર ગામે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાને ધારાસભ્ય શ્રી જવાહરભાઇ ચાવડા સહિતના આગેવાનોએ આવકારી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામ પંચાયત કચેરીના કમ્પાઉન્ડ અને અનુસૂચિત જાતિના સ્મશાન કમ્પાઉન્ડ વોલનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથો સાથ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યો હતો.

વંથલીના ધંધુસર ગામ ખાતે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રા પહોંચતા બાળાઓએ કુમ-કુમ તિલક કરી મહોનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કર્યું હતું.

ધારાસભ્ય શ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ગામડાના છેવાડાના લોકોને પણ રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકાર કટીબધ્ધ છે. આ તકે ધારાસભ્ય સહિતના આગેવાનો દ્વારા સરકારીની વિવિધ યોજનાઓના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામ પંચાયત કચેરીના કમ્પાઉન્ડ વોલ અને અનુસૂચિત જાતિના સ્માશન કમ્પાઉન્ડ વોલનું ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, ગામના સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *